ચંદુભા કેર ચેલા જિલ્લા પંચાયત સીટ તા. 24ના રોજ બુધવારે બપોરે 1:30 વાગ્યે ચેલાથી બાઈક રેલીનુ આયોજન કરેલ હતું જેમાં હાલાર રાજપુત સમાજ તથા ચેલા જીલ્લા પંચાયતમાં આવતા તમામ ગામોના આગેવાનો અને સમાજના લોકો બહોળી સખ્યામાં જોડાઈને આ રેલીને સફળ બનાવી હતી. આ રેલીમાં સરકાર દ્વારા કોરોના મહામારી વિરુદ્ધ આપેલી ગાઈડલાઈનનુ પાલન કરવામાં આવેલ હતું.
આ બાઈક રેલીમાં સમાજના ટ્રસ્ટીઓ, આગેવાનો તથા ભાઈઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા અને રેલીને વિશાળ બનાવી સમાજની એક્તા પણ બતાવી હતી. આ બાઇક રેલીમાં જંગી મેદની ઉમટી પડી હતી અને અભૂતપૂર્વ જનસમર્થન આપ્યું હતું.
ચેલા જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવારના સમર્થનમાં જંગી બાઇક રેલી
રાજપૂત સમાજના ટ્રસ્ટીઓ, આગેવાનો તથા ભાઇઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં