Homeરાજ્યહાલારલાલપુર નજીક બોલેરોએ મોટરસાયકલને ઠોકર મારતા ચાલકનું મોત

લાલપુર નજીક બોલેરોએ મોટરસાયકલને ઠોકર મારતા ચાલકનું મોત

લાલપુર નજીક બોલેરો ચાલકે મોટરસાયકલને ઠોકરે ચઢાવતાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નિપજયું હતું. જ્યારે બાઇકમાં સવાર ફરિયાદી યુવાનને ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ મૂળ ખંભાળિયાના અને હાલ જામનગરના તીરૂપતિ પાર્ક-રની શેરી નંબર 3-એમાં વસવાટ કરતા અને મજૂરી કરતાં ડાડુભાઇ મોમૈયાભાઇ પંડત નામના યુવાન વશરામભાઇ મુરાભાઇ લુણા સાથે જીજે10 ઇએન 8146 નંબરના મોટર સાયકલમાં બેસીને લાલપુર નજીકથી પસાર થઇ રહ્યાં હતા. આ દરમ્યાન જીજે13 સીડી 6969 નંબરના બોલેરો ચાલકે પોતાની બોલેરો બેફિકરાઇથી અને ગફલતભરી રીતે ચલાવી બાઇકને ઠોકર મારી હતી. અકસ્માતમાં બાઇક ચાલક વશરામભાઇ મુરાભાઇ લુણા (ઉ.વ.29) નામના યુવાનને માથાના ભાગે તથા મોઢા ઉપર ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજયું હતું. જ્યારે બાઇકમાં સવાર ડાડુભાઇને ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી.
આ બનાવ અંગે ડાડુભાઇ પંડત દ્વારા પોલીસને જાણ કરાતા લાલપુર પીઆઇ એ. જી. જાડેજા તથા સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular