Homeરાજ્યગુજરાતગુજરાત પોલીસ ભરતી: LRD, PSI અને ટેક્નિકલ કેડરની 13,152 જગ્યાઓ માટે ઓનલાઈન...

ગુજરાત પોલીસ ભરતી: LRD, PSI અને ટેક્નિકલ કેડરની 13,152 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, જાણો સંપૂર્ણ વિગતો

ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા રાજ્યમાં લોકરક્ષક (LRD), પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને ટેક્નિકલ કેડરની કુલ 13,152 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 26 નવેમ્બર, બુધવારના રોજ બપોરે 2:00 વાગ્યાથી OJAS પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, અને ઉમેદવારો આગામી 16 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

- Advertisement -

આ ભરતી પ્રક્રિયા હેઠળ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયા અરજી ફી નક્કી કરવામાં આવી છે, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોને ફી ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો OJASની સત્તાવાર વેબસાઈટ પર જઈને નિયત સમયમર્યાદામાં પોતાનું ફોર્મ ભરી શકે છે.

જગ્યાઓની વિગતવાર વાત કરીએ તો, લોકરક્ષક કેડર (જાહેરાત ક્રમાંક: GPRB/202627/1) માં સૌથી વધુ 12,752 જગ્યાઓ અને PSI કેડર (જાહેરાત ક્રમાંક: GPRB/202627/4) માં 241 જગ્યાઓ મળી કુલ 12,993 જગ્યાઓ ભરવામાં આવશે. PSI કેડર માટે અરજી કરનાર ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduate) ની ડિગ્રી હોવી અનિવાર્ય છે. આ ઉપરાંત ટેક્નિકલ કેડરમાં હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (જાહેરાત ક્રમાંક: GPRB/202627/2) ની 133 જગ્યાઓ અને મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર (જાહેરાત ક્રમાંક: GPRB/202627/3) ની 26 જગ્યાઓ મળી કુલ 159 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે.

- Advertisement -

તમામ કેડરની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને શારીરિક કસોટીના માપદંડો અંગેની વિગતવાર માહિતી માટે ઉમેદવારો OJAS પોર્ટલ પર મુકવામાં આવેલ સત્તાવાર નોટિફિકેશન (GPRB_202627_1 થી GPRB_202627_4) PDF ડાઉનલોડ કરીને ધ્યાનપૂર્વક વાંચી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular