Homeરાજ્યજામનગરજામનગરના જ્યોતિષાચાર્યને રાષ્ટ્રીય જ્યોતિષ શિરોમણિ સન્માન એનાયત

જામનગરના જ્યોતિષાચાર્યને રાષ્ટ્રીય જ્યોતિષ શિરોમણિ સન્માન એનાયત

જ્યોતિષ, વૈદિક જ્ઞાન અને ધર્મ-સંસ્કૃતિના ક્ષેત્રે વર્ષોથી અમૂલ્ય સેવા આપનાર જામનગરના જાણીતા જ્યોતિષાચાર્ય રાજેશકુમાર જાનીને જીવરન ફાઉન્ડેશન, નવી દિલ્હી દ્વારા રાષ્ટ્રીય જ્યોતિષ શિરોમણિ સન્માન – 2026 થી સન્માનિત કરવામાં આવ્યા છે.

- Advertisement -

તેઓછેલ્લા અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુ, કર્મકાંડ અને વૈદિક પરંપરાના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત છે. પોતાના આ વ્યવસાયઅર્થે તેઓ લંડન અને મોરેશિયસજેવા વિદેશોમાં પણ જઈને ભારતીય જ્યોતિષ વિદ્યાની સુવાસ ફેલાવી ચૂક્યા છે.

હજારો લોકોને તેમના માર્ગદર્શનથી જીવનમાં સાચી દિશા મળી છે. તેમના સરળ સ્વભાવ, સચોટ માર્ગદર્શન અને સમાજ સેવાની ભાવનાને કારણે તેઓ સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકપ્રિય છે.
આ રાષ્ટ્રીય સન્માન મળવા બદલ તેમના પરિવાર, શિષ્યો, સ્નેહીજનો અને જામનગરના નાગરિકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. સૌએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના સુખી અને દીર્ઘાયુ જીવન માટે શુભકામનાઓ આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular