રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 86 જેટલા મામલતદારોની બદલીના ઓર્ડર જાહેર કર્યા છે જેમાં જામનગર જિલ્લાના મામલતદારોની પણ બદલી કરવામાં આવી છે.
રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા ગઇકાલે બુધવારે મામલતદાર વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા રાજ્યના 86 જેટલા અધિકારીઓની સામુહિક બદલીનો ઓર્ડર કરાયો છે. જેમાં જામનગર જિલ્લાના જામનગર ગ્રામ્ય મામલતદાર મહેન્દ્ર જે. ચાવડાને જુનાગઢ જિલ્લાના માળીયા-હાટીનાના મામલતદાર તરીકે, જામનગર જિલ્લાના પ્રોટોકોલ મામલતદાર અશ્વિનકુમાર દોશીને રાજકોટ જિલ્લા પબ્લીક રીલેશન ઓફીસર તરીકે બદલી કરાઇ છે. જ્યારે અમદાવાદ જિલ્લાના દેત્રોજના મામલતદાર દેવેન્દ્રસિંહ ચાવડાને જામનગર ગ્રામ્ય મામલતદાર તરીકે સુરેન્દ્રનગર જિલ્લાના મામલતદાર જય લીલારામ રાજવધાને જામનગર જિલ્લાના કાલાવડ મામલતદાર તરીકે, ગાંધીનગર ઓફીસ ઓફ સેટલમેન્ટ કમિશ્નર કિરીટસિંહ વાઘેલાને જામનગર શહેર મામલતદાર તરીકે, રાજકોટ જિલ્લાના જેતપુર શહેર મામલતદાર મહેશકુમાર પાટોલીયાને દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના મામલતદાર તરીકે નિમણુક કરાઇ છે.
આ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય સ્ટેમ્પ ડયુટી ડે.કલેકટર હર્ષદીપ આચાર્યની જામનગર શહેર પ્રાંત અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે તથા જામનગરના જિલ્લા પુરવઠા અધિકારી સુધીરભાઇ બારડને આપેલ બઢતીના હુકમમાં અંશત: ફેરફાર કરી તેઓને ગીરસોમનાથના ડે.કલેકટર તરીકે નિમણુંક કરવામાં આવી છે.


