Homeરાજ્યજામનગરજામનગરમાં પોલીસ પર પથ્થરમારો કરનાર બે આરોપી ઝડપાયા, બે ની શોધખોળ -...

જામનગરમાં પોલીસ પર પથ્થરમારો કરનાર બે આરોપી ઝડપાયા, બે ની શોધખોળ – VIDEO

બાલાજી પાર્ક વિસ્તારમાં ગાંજાના દરોડા દરમિયાન પોલીસ પર હુમલો : રૂ. 2.36 લાખનો 4.725 કિલો ગાંજો ઝડપાયો

જામનગરના બાલાજી પાર્ક નજીક સેનાનગર વિસ્તારમાં નશીલા પદાર્થોના દરોડા દરમિયાન પોલીસ ટીમ પર પથ્થરમારો કરનાર ચાર શખ્સો પૈકી બે આરોપીઓની પોલીસે અટકાયત કરી છે, જ્યારે અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

પોલીસની પૂછપરછ દરમિયાન ઉશ્કેરાયેલા શખ્સોએ હુમલો કરતાં બે પોલીસ કર્મચારીઓને ઈજાઓ પહોંચી હતી. જેમાં એક પોલીસ કર્મચારીને માથાના ભાગે ગંભીર ઈજા થતાં જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે 4 કિલો 725 ગ્રામ ગાંજો, જેની કિંમત રૂ. 2,36,250 થાય છે, તે કબજે કર્યો છે. પોલીસે રાધા ડામોર અને મીરા સુનીલભાઈ બિલવાની અટકાયત કરી છે, જ્યારે ઠાકોર કલમ ડામોર અને ધર્મેન્દ્ર કલમ ડામોરની શોધખોળ ચાલુ રાખી છે. સમગ્ર મામલે સિટી સી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular