Homeરાજ્યજામનગરઆસી. ઓડીટ ઓફિસર રૂા.8 લાખની લાંચ લેતા ઝડપાયા

આસી. ઓડીટ ઓફિસર રૂા.8 લાખની લાંચ લેતા ઝડપાયા

કલોઝ થયેલ એસેસમેન્ટ ઓડીટ માટે રી-ઓપન ન કરવા લાંચ માંગ : જામનગર એસીબીના છટકામાં કાર્યવાહી

ઇન્કમટેકસ રીટર્નની કવેરીનું નિરાકરણ થઇ રહ્યું હોય કલોઝ થયેલ એસેસમેન્ટ ઓડીટ માટે રી-ઓપન ન કરવા અંગે આસી. ઓડીટ ઓફિસરને રૂા.8 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ફરિયાદીની ઓફિસના મેનેજીંગ ડાયરેકટરનું વર્ષ 2024-25માં ભરેલ ઇન્કમટેકસ રીટર્નની કવેરીનું નિરાકરણ થઇ ગયું હોય જે કલોઝ થયેલ એસેસમેન્ટ ઓડીટ માટે રી-ઓપન ન કરવા નવરંગપુરા અમદાવાદ (પીડી સેન્ટ્રલ) ઓડીટ ભવનના આસી. ઓડીટ ઓફિસરએ રૂા.8 લાખની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય આ અંગે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીએ જામનગર-રાજકોટ હાઇવે ત્રિ-મંદિર જવાના બોર્ડ પાસે ઇન્કમટેકસ ઓફીસની બાજુમાં છટકુ ગોઠવ્યું હતું.

જામનગર એસીબી પીઆઇ એઆર ગોહિલ દ્વારા એસીબી રાજકોટના પીઆઇ આર.કે. સોલંકી દ્વારા રાજકોટ એસીબીના મદદનીશ નિયામક જે.ડી. મેવાડાના સુપરવિઝન હેઠળ ઇન્ચાર્જ અધિકારી એસીબી રાજકોટ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા તથા જામનગર એસીબીના એએસઆઇ ઉમેશભાઇ મેર, દિપકભાઇ પરમાર, શૈલેષભાઇ રાઠોડ, હે.કો. રિઘ્ધીબેન કેશવાલા, પો.કો. તેજલબેન સરવૈયા, રવિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી આસી. ઓડીટ ઓફિસર વિનસ અમરચંદ સાવરીયા (ઉ.વ.44)ને રૂા.8 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular