જામનગર તાલુકાના ઠેબા ગામમાં ભાઇના ઘરે નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન કરવા આવેલા ફઇ સાથે અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી ભત્રીજાએ ઘરમાં ઘૂસી જેમ ફાવે તેમ ગાળો કાઢી જાતિ પ્રત્યે અપમાનિત કરી છરી વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ જામનગરમાં લાલપુર બાયપાસ પાસે આવેલા બુદ્ધનગરમાં રહેતાં લત્તાબેન ભાવેશભાઇ ભટ્ટી (ઉ.વ.36) નામના મહિલા ગત્ તા. 10ના રોજ સાંજના સમયે જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતાં તેના ભાભી શારદાબેનના ઘરે નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન ગયા હતા. ત્યારે લત્તાબેનના ભત્રીજા હેમત લખુ ગમારા નામના શખ્સે શારદાબેનના ઘરમાં ઘૂસી અગાઉની બોલાચાલીનો ખાર રાખી લત્તાબેન અને શારદાબેનને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. જેથી ફઇબાએ હેમતને ગાળો કાઢવાની ના પાડતા ઉશ્કેરાયેલા ભત્રીજાએ લત્તાબેનને જાતિ પ્રત્યે અપમાનિત કરી છરીનો ઘા ઝિંકી ઇજા પહોંચાડી હતી હુમલામાં ઘવાયેલા મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યા બનાવની જાણના આધારે ડીવાયએસપીમીત રૂદલાલ તથા સ્ટાફે મહિલાના નિવેદનના આધારે તેના ભત્રીજા વિરૂદ્ધ એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


