વિશ્વ હેરિટેજ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જામનગરના ઐતિહાસિક વારસા, સ્થાપત્યો અને સાંસ્કૃતિક ધરોહરથી લોકોને પરિચિત કરાવવાના ઉમદા હેતુથી રવિવાર, તા. 22 નવેમ્બર, 2026ના રોજ ‘જામનગર હેરિટેજ વોક’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેરિટેજ વોકનું આયોજન હેરિટેજ હાલાર દ્વારા કરવામાં આવ્યું હતું. હેરિટેજ હાલારના ઓનર ક્યુરી બાવિશી અને હર્ષ ચાવડાના માર્ગદર્શન હેઠળ તેમજ જામનગરના સોશિયલ મીડિયા પેજ ‘આપણી ધરોહર’ ના પ્રેઝેન્ટર્સ પવનભાઈ અને શ્રદ્ધા મેડમના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો.
આ હેરિટેજ વોકની શરૂઆત સવારે 7:30 કલાકે અજિતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જામનગર ખાતેથી કરવામાં આવી હતી. સવારે 9:30 કલાક સુધી યોજાયેલી આ વોકમાં જામનગરના ઐતિહાસિક વારસા અને શહેરની ઓળખ સમાન ધરોહરને નજીકથી જાણવા અને સમજવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. જામનગરને તેની ઐતિહાસિક ઇમારતો, ભવ્ય સ્થાપત્યો અને સમૃદ્ધ સંસ્કૃતિને કારણે વિશેષ ઓળખ મળી છે. આજની નવી પેઢી પોતાના શહેરના ઇતિહાસ અને વારસાથી પરિચિત થાય તેમજ આપણી અમૂલ્ય ધરોહર પ્રત્યે ગૌરવ અને જાગૃતિની ભાવના વિકસે તેવા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક અને સર્વે લોકો માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો. હેરિટેજ હાલાર અને આપણી ધરોહર દ્વારા કરવામાં આવેલો આ સંયુક્ત પ્રયાસ જામનગરના વારસા અને સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડવાની દિશામાં એક સરાહનીય પહેલ બની રહ્યો હતો. “આવો, આપણા વારસાને જાણીએ, સમજીએ અને આવનારી પેઢી સુધી પહોંચાડીએ.”
View this post on Instagram


