Homeરાજ્યજામનગર ‘સંવિધાન ગૌરવ દિવસ’ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીની પત્રકાર પરિષદ - VIDEO

 ‘સંવિધાન ગૌરવ દિવસ’ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીની પત્રકાર પરિષદ – VIDEO

ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારો અને બંધારણીય મૂલ્યોને સમર્પિત ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ’સંવિધાન ગૌરવ દિવસ – 26 નવેમ્બર’ અંતર્ગત શનિવારે જિલ્લાકક્ષાની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ સહ પ્રવક્તા ઘનશ્યામભાઈ ગઢવી દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. આ તકે પત્રકાર મિત્રોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા ભારતીય લોકશાહીના સૌથી ગૌરવપૂર્ણ દિવસ એવા બંધારણ દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

- Advertisement -

પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે, 26 નવેમ્બર, 1949ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ સ્વીકાર્યું હતું. અગાઉ 1979થી આ દિવસને ‘કાનૂન દિવસ’ તરીકે ઉજવવામાં આવતો હતો, પરંતુ વર્ષ 2015માં ડો. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણના ઘડવૈયા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા 26 નવેમ્બરને ‘સંવિધાન ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો.

- Advertisement -

ભાજપના પ્રતિનિધિઓએ જણાવ્યું કે ડો. બાબાસાહેબ આંબેડકરે સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુતાના મૂલ્યો થકી દરેક નાગરિકના અધિકારોનું રક્ષણ કર્યું છે. તેમના વિચારો કોઈ એક જ્ઞાતિ કે વર્ગ પૂરતા મર્યાદિત નથી, પરંતુ સર્વસમાવેશક છે. મોદી સરકારે બાબાસાહેબના જીવન સાથે જોડાયેલા પાંચ મહત્વપૂર્ણ સ્થળો-મહૂ (જન્મભૂમિ), લંડન (શિક્ષણભૂમિ), નાગપુર (દીક્ષાભૂમિ), દિલ્હી (મહાપરિનિર્વાણ ભૂમિ) અને મુંબઈ (ચૈત્યભૂમિ)ને ’પંચતીર્થ’ તરીકે વિકસાવ્યા છે. આ ઉપરાંત, દિલ્હીના 26, અલીપુર રોડ ખાતે ભવ્ય રાષ્ટ્રીય સ્મારક, ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરની સ્થાપના અને ડિજિટલ પેમેન્ટ એપનું નામ ’BHIM’ રાખીને તેમને સાચું સન્માન આપવામાં આવ્યું છે.

- Advertisement -

ઘનશ્યામભાઈ ગઢવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે, આજે બંધારણની નકલ હાથમાં લઈને ફરતી કોંગ્રેસના જ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 25 જૂન, 1975ના રોજ દેશમાં કટોકટી લાદીને લોકશાહીની હત્યા કરી હતી. 21 મહિનાની કટોકટી દરમિયાન નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી લેવાયા હતા અને મીડિયા પર સેન્સરશિપ લગાવી દેવામાં આવી હતી. ઐતિહાસિક તથ્યો ટાંકતા જણાવાયું કે કોંગ્રેસે બાબાસાહેબના જીવનકાળ દરમિયાન તેમને લોકસભામાં પહોંચતા રોકવા માટે તેમની સામે ઉમેદવાર ઊભા રાખી હરાવવાનું ષડયંત્ર રચ્યું હતું અને વર્ષો સુધી સત્તામાં રહ્યા છતાં તેમના વિચારોની અવગણના કરી હતી.

‘સબકા સાથ, સબકા વિકાસ’ થકી વંચિતોનું સશક્તિકરણ મુદ્દે ગુજરાત પ્રદેશ સહ પ્રવક્તા ઘનશ્યામભાઈ ગઢવીની એ વિશ્વાસ થી જણાવેલ કે, ભાજપ સરકારે બાબાસાહેબના સમાન તક અને સન્માનપૂર્ણ જીવનના સ્વપ્નને સાકાર કરવા ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ના મંત્ર સાથે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જનધન યોજના, ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્વચ્છ ભારત અભિયાન દ્વારા ગરીબ, વંચિત, શોષિત અને પછાત વર્ગોનું સશક્તિકરણ કરવામાં આવ્યું છે. સાથોસાથ, નવી શિક્ષણ નીતિ અને કૌશલ્ય વિકાસ થકી યુવાનો માટે પ્રગતિના દ્વાર ખોલવામાં આવ્યા છે.

અંતમાં સહપ્રવક્તા ઘનશ્યામભાઈ ગઢવીએ જણાવેલ કે, ભારતીય જનતા પાર્ટીએ બંધારણના મૂળભૂત માળખા, લોકશાહી સંસ્થાઓ અને નાગરિકોના અધિકારોના રક્ષણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.

આ પત્રકાર પરિષદમાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, ગુજરાત પ્રદેશ સહપ્રવક્તા ઘનશ્યામભાઈ ગઢવી, જિલ્લા અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભંડેરી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, ભાવેશ કાનાણી, કુમારપાળસિંહ રાણા, વિજય પરમાર, ચંદ્રગુપ્ત રાઠોડ, ભાજપ મીડિયા વિભાગ સહક્ન્વીનર નિકુલદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતોં ભારતીય જનતા પાર્ટી, મીડિયા સેલ ક્ન્વીનર, ભાર્ગવ ઠાકરની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular