Friday, November 13, 2026
Homeરાજ્યહાલારદિવાળીની રાત્રે વિપ્ર પરિવાર ઉપર સાત શખ્સોનો હુમલો

દિવાળીની રાત્રે વિપ્ર પરિવાર ઉપર સાત શખ્સોનો હુમલો

લાલપુર તાલુકાના જોગવડ ગામના પાટિયા પાસે વિપ્ર યુવક તેના પિતરાઇઓ સાથે કારમાં જતા હતા ત્યારે સ્કોર્પિયો કારમાં આવેલા સાત શખ્સોએ કારને આંતરીને ધોકા વડે આડેધડ માર મારી હુમલો કર્યો હતો. જ્યારે સામાપક્ષે યુવાન ઉપર આઠ શખ્સોએ ગાડી ચલાવવાની બાબતે ધોકા અને પાઇપ વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતાં નરેન્દ્રભાઇ ગાંગારામ વાસુ નામના ખેતી કરતાં વિપ્ર યુવાનના પુત્ર સુમિત અને ભત્રીજો ધવલ તથા ભાણેજ પાર્થ નામના ત્રણ યુવકનો દિવાળીની રાત્રિના સાડા દસ વાગ્યાના અરસામાં હેરિયર ગાડી લઇેન જતા હતા ત્યારે જોગવડના પાટિયા નજીક આવેલી દેપાણી હોટલ નજીક કરશન આલા વાઘેલા, વરસીંગ મેઘા ભાંગરા તથા પાંચ અજાણ્યા સહિતના સાત શખ્સોએ સ્કોર્પિયો કારમાં આવી કારને આંતરી લીધી હતી. ત્રણેય યુવકોને માર મારી ગાળો કાઢી અહીંથી નીકળવું નહી તેવી ધમકી આપી હતી. ત્યારબાદ તા. 09ના રોજ નરેન્દ્રભાઇને ફોન કરીને જોગવડના પાટિયે બોલાવ્યા હતા. જ્યાં આ સાત શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી બેફામ ગાળાગાળી કરી પતાવી દેવાની ધમકી આપી હતી. તેમજ નરેન્દ્રભાઇ તથા વિજય ભટ્ટ અને જિતેશભાઇ ઉપર લાકડાના ધોકા વડે આડેધડ માર મારી ઇજા પહોંચાડી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા વિપ્ર પરિવારના સભ્યોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગેની નરેન્દ્રભાઇ દ્વારા જાણ કરાતા પીઆઇ એ.એલ.બારસિયા તથા સ્ટાફે સાત શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સામાપક્ષે કરશન આલા વાઘેલા (ઉ.વ.29) નામના યુવાને નોંધાવેલી વળતી ફરિયાદ મુજબ દીવાળીની રાત્રિના સમયે કાર ચલાવવાની બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી નરેન્દ્ર વાસુ ઉર્ફે મુન્ના વાસુ, ધવલ વાસુ, સુમિત વાસુ, વિજય ભટ્ટ, જિતેશ વાસુ તથા ત્રણ અજાણ્યા સહિતના આઠ શખ્સોએ જીજે10 ડીઆર 3625 નંબરની હેરિયરમાં આવી લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે કરશનભાઇ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પીઆઇ એ. એલ. બારસિયા તથા સ્ટાફે બન્ને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular