Friday, November 13, 2026
Homeરાજ્યજામનગરજામનગરની હોટલમાંથી હેરોઇનના જથ્થા સાથે બે શખ્સો ઝબ્બે - VIDEO

જામનગરની હોટલમાંથી હેરોઇનના જથ્થા સાથે બે શખ્સો ઝબ્બે – VIDEO

જામનગરના એસટી ડેપો રોડ ઉપર આવેલી હોટલમાં રોકાયેલા પંજાબના બે શખ્સો શહેરમાં હેરોઇન વેચવા આવ્યા હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે 9.61 ગ્રામ હેરોઇનના જથ્થા સાથે દબોચી લઇ ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થોનું વેચાણ બેખૌફ થઇ રહ્યું છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી છતાં આ બદી ડામવામાં પોલીસને સફળતા સાંપડી નથી. ત્યારે જામનગર શહેરમાં એસટી ડેપો રોડ ઉપર આવેલી સુમુખ હોટલના રૂમ નંબર 108માં બે શખ્સો હેરોઇન વેચવા આવ્યા હોવાની પો.કો. બળભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, મયૂરરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાના નેજા હેઠળ પીઆઇ વી. જે. રાઠોડ, પીએસઆઇ એલ. એમ. જેર તથા સ્ટાફ દ્વારા હોટલ સુમુખના રૂમ નંબર 108માં રેઇડ દરમ્યાન એસઓજીની ટીમે લવપ્રીતસિંઘ ગુલઝારસિંઘ (ઉ.વ.32) અને હરપ્રીતસિંઘ ગુલઝારસિંઘ (ઉ.વ.36) (રહે. રતનગ્રહ ભીંડર, જિ. અમૃતસર, પંજાબ) નામના બે શખ્સોને દબોચી લઇ તેમની પાસેથી રૂપિયા 1,92,200ની કિંમતનો 9.61 ગ્રામ હેરોઇનનો જથ્થો અને રૂા.10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન, રૂા. 13,720ની રોકડ રકમ મળી કુલ રૂા. 2,15,920ના મુદામાલ સાથે દબોચી લીધા હતા.

- Advertisement -

એસઓજીની ટીમે હેરોઇન સાથે ઝડપાયેલા બન્ને શખ્સોની પૂછપરછ હાથ ધરતાં આ હેરોઇનના જથ્થામાં ગગનદીપ (રહે. સકિયાનવાળી, તા. ખાદુરસાહિબ, જિ. તરનતારન, પંજાબ)ની સંડોવણી ખુલતાં એસઓજીએ ત્રણ શખ્સો વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યા હતા. જેના આધારે પીએસઆઇ ડી.જી.રામાનુજ તથા સ્ટાફે આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular