Friday, November 13, 2026
Homeરાજ્યહાલારમાનસિક બિમાર મહિલાની ગળેફાંસો ખાઇ આત્મહત્યાથી અરેરાટી

માનસિક બિમાર મહિલાની ગળેફાંસો ખાઇ આત્મહત્યાથી અરેરાટી

જોડિયા તાલુકાના વાઘા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા મહિલાએ ત્રણ વર્ષથી થયેલી માનસિક બિમારીની સારવાર છતાં તબિયતમાં સુધારો ન થવાથી જિંદગીથી કંટાળીને બળદની સાતીમાં દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જોડિયા તાલુકાના વાઘા ગામના વાડી વિસ્તારમાં રહેતાં શાંતુબેન ભવાનભાઇ મૈયડ (ઉ.વ.38) નામના મહિલાને ત્રણ વર્ષથી માનસિક બિમારી થઇ હતી અને આ બિમારીની દવા લેવા છતાં તબિયતમાં કોઇ સુધારો થતો ન હોવાથી છેલ્લા ઘણાં સમયથી સુનમુન રહેતાં હતાં. દરમ્યાન ગુરૂવારે વહેલી સવારના સમયે તેના ખેતરમાં લીમડાના ઝાડની ડાળીઓ વચ્ચે રાખેલી બળદની સાતીમાં દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મહિલાને જોડિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની રમેશભાઇ દ્વારા જાણ કરવામાં આવતાં હે.કો. બી. એચ. લાંબરિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular