Friday, November 13, 2026
Homeરાજ્યહાલારલ્યો બોલો... હવે તો હદ થઇ! સરકારી એસટી બસમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી

લ્યો બોલો… હવે તો હદ થઇ! સરકારી એસટી બસમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી

કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે એસટી બસમાંથી દારૂની બોટલો સાથે ચાલકની ધરપકડ કરી હતી. જામનગર શહેરના પંચવટી સોસાયટીમાં આવેલા ફલેટમાં એલસીબીની ટીમે રેઇડ દરમ્યાન 180 બોટલ દારૂ સાથે વેપારીની ધરપકડ કરી હતી. જોડિયા તાલુકાના પડાણા ગામમાંથી દારૂના ચપલા સાથે તુફાન ચાલકને દબોચી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો કાલાવડ તાલુકાના નિકાવા ગામના બસ સ્ટેન્ડ પાસે જીજે18 ઝેડટી 2943 નંબરની એસટી બસમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઇ સી. બી. રાંકજા તથા સ્ટાફે તલાશી લેતાં બસમાંથી રૂા. 1,45,000ની કિંમતની ઇંગ્લીશ દારૂની 620 નંગ નાની-મોટી બોટલો મળી આવતાં પોલીસે રૂા. 5 હજારનો મોબાઇલ ફોન અને દારૂના જથ્થા સાથે રાજેશકુમાર ભીમશીભાઇ પટેલિયા (ઉ.વ.44, રહે. ડાંગરિયા ગામ, પટેલ ફળિયું, તા. મોરવાહડપ, જિ. પંચમહાલ) નામના ચાલકને ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગર શહેરના પંચવટી સોસાયટીમાં આવેલા મોહન એપાર્ટમેન્ટના બ્લોક નંબર 10માં રહેતાં લક્ષ્મણ ઉર્ફે લાખો કારા હુણના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.

- Advertisement -

રેઇડ દરમ્યાન એલસીબીએ ફલેટમાંથી રૂા. 1,78,138.80 પૈસાની કિંમતની 180 બોટલ દારૂ અને રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા. 1,83,138.80ના મુદામાલ સાથે લખમણની ધરપકડ કરી પુછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો પોરબંદરના બાલુ નાથા કોડિયાતર દ્વારા સપ્લાય કરાયાની કેફિયતના આધારે એલસીબીએ બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો જોડિયા તાલુકાના પડાણા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી તુફાન કારને આંતરીને સ્થાનિક પોલીસે તલાશી લેતાં તેમાંથી રૂા. 10,500ની કિંમતના દારૂના 70 નંગ ચપલા મળી આવતા પોલીસે રૂા. 2 લાખની કિંમતની તુફાન કાર અને રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા. 2,15,500ના મુદામાલ સાથે ચાલક રાકેશ કુલસિંગ અજનાર (ઉ.વ.27) નામના શખ્સને દબોચી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular