ભાણવડ તાલુકાના રૂપામોરા ગામના વાડી વિસ્તારમાં આવેલી પીવાવમાં પાણી ઓછું થઈ જતાં છેલ્લા કેટલાક સમયથી ફસાયેલા અંદાજે 6 ફૂટ લાંબા વિશાળકાય મગરને એનિમલ લવર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે સળંગ અને સાહસપૂર્ણ કામગીરી કરીને સુરક્ષિત બહાર કાઢ્યો છે. વાડી માલિક દ્વારા મગર ફસાયો હોવાની જાણ કરાતાં જ ટ્રસ્ટની ટીમ વિલંબ કર્યા વગર સ્થળ પર પહોંચી હતી અને જીવના જોખમે સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું.
આ રેસ્ક્યુ ઓપરેશનમાં ભાણવડના મુખ્ય રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટ, સોહિલ સહરવદી, હરીશભાઈ વાઘેલા, મેરામણભાઈ ભરવાડ, વિજય ખુટી અને હારુનભાઈ સિપાહીએ ભારે જહેમત ઉઠાવી હતી. મગરને વાવમાંથી સક્ષમતાથી બહાર કાઢ્યા બાદ વન વિભાગના આર.એફ.ઓ. ભેસાણીયાના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ તેને તેના પ્રાકૃતિક આવાસ એવા બરડાના જંગલમાં હેમખેમ મુક્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિક વાડી માલિક અને ગ્રામજનોએ ટ્રસ્ટની આ સમયસૂચકતા અને વન્યજીવ બચાવની કામગીરીને બિરદાવી હતી.
View this post on Instagram


