Wednesday, October 28, 2026
Homeરાજ્યજામનગરજામ્યુકો જનરલ બોર્ડમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બાયલોગને મંજૂરી

જામ્યુકો જનરલ બોર્ડમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બાયલોગને મંજૂરી

જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી. જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બાયલોગને મંજૂરી સહિતની બાબતો અંગે ચર્ચા વિચારણા કરાઇ હતી.

- Advertisement -

મેયર મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને બુધવારે જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી. જેમાં ડેપ્યુટી મેયર રાકેશ ડેર, કમિશનર દીપેશ કેડિયા, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યાં હતાં. સૌપ્રથમ ગત્ મિનિટ્સને બહાલી આપવામાં આવી હતી.

આ બેઠકમાં ગુજરાત રાજ્ય સેવા પેન્શન નિયમો 2002 અન્વયે જામનગર મહાનગરપાલિકાના સેવા પેન્શન મેળવતા પેન્શનરનું મૃત્યુ થયે પેન્શનની બરાબર ઉચ્ચક રકમ ચૂકવવા અંગે કમિશનરની દરખાસ્ત અંગેના એજન્ડાને સર્વાનુમતે મંજૂર રખાઇ હતી. આ દરમ્યાન વિપક્ષના સભ્ય જૈનબબેન ખફીએ જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયું હોય પાણી બાબતે ચર્ચા કરવા દરખાસ્ત કરી હતી. જેમાં વિપક્ષના સહારાબેન મકવાણાએ ટેકો આપ્યો હતો. પરંતુ દરખાસ્તમાં પૂરતી સહી ન હોવાથી આ દરખાસ્ત નામંજૂર કરાઇ હતી. જેને લઇ જેનબબેન ખફીએ સભાગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક શાળા નંબર 42નું આધુનિક શાળા નવનિર્માણ કરવાની દરખાસ્તને પણ સર્વાનુમતે મંજૂર કરાઇ હતી. ત્યારબાદ અંતિમ અને મહત્ત્વની દરખાસ્ત એવી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટખબાયોલોગ 2026ના એજન્ડાને પણ સર્વાનુમતે મંજૂરી અપાઇ હતી. જેમાં ખુલ્લા કચરાંના પોઇન્ટને ધીમે ધીમે સદંતર નાબૂદ કરવા, ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન, કચરાનું ચાર વિભાગમાં વર્ગીકરણ કરવા સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular