Monday, October 26, 2026
Homeરાજ્યજામનગરમેઘપર નજીક ક્રેટા કારે ફરજ પરના પોલીસકર્મીને ઠોકરે ચઢાવ્યો

મેઘપર નજીક ક્રેટા કારે ફરજ પરના પોલીસકર્મીને ઠોકરે ચઢાવ્યો

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર પડાણા પાટિયા નજીક પેટ્રોલિંગ કરી રહેલાં પોલીસકર્મીને બેફિકરાઇથી આવી રહેલી ક્રેટા કારે ઠોકરે ચડાવી ગંભીર ઇજા પહોંચાડી નાશી ગયેલા કારચાલક વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આશાપુરા હોટલ નજીક વાહન અકસ્માત બાદ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.કો. કમલેશભાઇ ડોસાભાઇ ગોજિયા (ઉ.વ.30) તથા કરણાભાઇ વશરા નામના બે પોલીસકર્મી પેટ્રોલિંગ ઉપર હતા ત્યારે આશાપુરા હોટલ નજીક વાહન અકસ્માત થવાથી ટ્રાફિક જામ થયાની જાણ થતાં બન્ને પોલીસકર્મી સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યાં કમલેશભાઇ તેની ફરજ પર હતા અને ટ્રાફિક ક્લિઅર કરાવતા હતા ત્યારે જીજે05 જેક્યુ 9192 નંબરની ક્રેટા કારના ચાલકે તેની કાર પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવી કમલેશભાઇને હડફેટ લઇ પગ ઉપર ટાયર ચડાવી દઇ ગંભીર ઇજા પહોંચાડી ચાલક કાર લઇને નાશી ગયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પીએસઆઇ એમ. એચ. મહેતા તથા સ્ટાફે પોલીસકર્મી કમલેશભાઇના નિવેદનના આધારે નાશી ગયેલા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્ો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular