Tuesday, October 6, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં પ્રોપર્ટી એકસ્પોનું આયોજન

જામનગરમાં પ્રોપર્ટી એકસ્પોનું આયોજન

17થી 20 ડિસેમ્બર દરમિયાન યોજાશે : રીયલ એસ્ટેટ બિલ્ડર્સ અને ડેવલોપર્સ તેમજ હોમ ડેકોરેટીવ આઇટમને લગતી વસ્તુનું પ્રદર્શન

જામનગરમાં પ્રોપર્ટી એક્સ્પો 2026 ડિસેમ્બર 17 થી 20ના ઓસવાળ સેન્ટર જામનગર મુકામે થવા જઈ રહ્યો છે જેમાં જામનગરના રિયલ એસ્ટેટ બિલ્ડર્સ અને ડેવલોપર્સ તેમજ હોમ ડેકોરેટિવ આઈટમ્સ ને લગતી બધીજ વસ્તુનું પ્રદર્શન થવા જઈ રહ્યું છે. જામનગરના રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને બિલ્ડર્સ ડેવલપર્સ દ્વારા આ એક્સ્પોમા ન્યુ ટેકલોનોજી દ્વારા તથા એક્રેટીવ ડિઝાઇન થી બંગ્લોઝ, ફ્લેટ, કોમર્શિયલ ઓફિસ, ઈન્ડસ્ટ્રીયલ પ્લોટના પ્રોજેક્ટોના સ્ટોલ આ એક્સ્પોમા જોવા મળશે જે આધુનિક વિકાસ તરફ આગળ વધતા જામનગરને અલગ દિશામા લઇ જશે, તેમજ બિલ્ડર્સ અને ડેવલોપર્સ દ્વારા તેમના ભવિષ્યના આયોજનથી જામનગરના લોકોને માહિતગાર કરવામા આવશે, જેમા ગ્રીનપાઈન ગ્રુપ, દ્વારકેશ દર્શન ગ્રુપ, શિવ ડેવલપર્સ, બાથાણી ગ્રુપ, મણિભદ્ર ગ્રુપ, શિવાલય ગ્રુપ, સાવન બિલ્ડર્સ, માધવ ગ્રીન વિલા, શ્યામ રિયાલીટી, શ્રીરાજ ઈન્ડસ્ટ્રીયલ પ્લોટીંગ આ એક્સ્પોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

- Advertisement -

તેમજ હોમ ડેકોરેટિવ આઈટમ્સ અને ફર્નિચર પ્રોડક્ટ્સ દ્વારા પણ જેમ કે એલિગન્સ સ્ટુડિયો, ડ્રીમ ડેકોર ફર્નિચર, નમો ડેકોરેટિવ આઈટમ્સ, સુરભી સેલ્સ તેમજ બાથરૂમ ઈમ્પોર્ટ આઈટમ્સમાં જેબોંગ અને સોલર એનર્જી માં ટાટા સોલર ઑક્સિઝન એનર્જી વારી સોલાર, કોસોલ સોલાર તેમજ કલર, હાર્ડવેર આઇટમ્સ, એન્ટરપ્રાઇઝ, વિન્ડર વિન્ડો, કુબેર હોમડેકોર પાઇપ અને ફિટિંગમાં ફિટવેલ પાઇપ, વેક્ટસ પાઇપ, હોર્સ પાઇપ અને ફીટીંગ્સ તેમજ લાઇટ ડેકોરેશનમાં જય લાઇટ્સ, એમકે લાઇટ્સ અને રો પ્લાન્ટ્સમાં એવરનીર ઇનોવેટિવ હોમ્સ દ્વારા અલગ અલગ હોમ ડેકોર પ્રોડક્ટ્સનુ આ એક્સ્પોમા ડિસ્પ્લે કરવામા આવશે. જેમા 125 સ્ટોલ દ્વારા આ એક્સ્પોમાં જોવા મળશે. જામનગર પ્રોપર્ટી એક્સ્પો 2026નુ આયોજન ઓસવાળ સેન્ટર જામનગરમાં થવા જઈ રહ્યું છે જેનુ અતિ ભવ્ય ડેકોરેશન ઈન્ફ્રાસ્ટ્રકચર કરવામા આવશે , જેમા સ્ટોલ ધારકોને બધીજ સુવિધા આપવામાં આવશે. જામનગર પ્રોપર્ટી એક્સ્પો 2026 પ્રદર્શનને જામનગર બિલ્ડર્સ અને ડેવલોપર્સ લોબી, જામનગર રોટરી ક્લબ અને એલવીબી ગ્રુપ જામનગર દ્વારા સપોર્ટ કરવામાં આવી રહ્યો છે.

તેમજ સનલાઈન ઈવેન્ટ્સ દ્વારા એક્સપોને મેનેજ કરવામાં આવી રહ્યો છે. આ પ્રદર્શનમાં રિયલ એસ્ટેટ ડેવલોપર્સ બિલ્ડર્સ તેમજ સ્ટોલ ધારકો દ્વારા તેમના બંગ્લોઝ, ફ્લેટ કોમર્શિયલ કોમ્પ્લેક્સ તેમજ આધુનિક જામનગરને નવીનતમ દિશામાં લઈ જશે. જેથી વિકાસ થતા જામનગરને લોકો ધ્યાનમાં લેશે, એટલે ગુજરાત અને ગુજરાત બહારથી કંપનીઓ ના સ્ટોલ રાખવામાં આવશે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular