જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં આજે વહેલી સવારે 6:25 મિનિટે મજૂરોના રૂમમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ગણતરીના સમયમાં જ આગે ભયાનક રૂપ ધારણ કર્યું હતું. આગ લાગ્યાની જાણ થતાં ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઇ હતી અને આગને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવી હતી. રેલ્વે સ્ટેશન નજીક આવેલા મજૂરોના રૂમમાં આગની ઘટનાથી નાસભાગ મચી ગઇ હતી અને આ આગની ઝપેટમાં 6 થી 7 રૂમો આવી જતાં રૂમમાં રહેલો મજૂરોનો સામાન સળગીને ખાક થઇ ગયો હતો. તંત્ર દ્વારા આગ ક્યા કારણોસર લાગી તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે, આ ભીષણ આગમાં જાનહાનિ અંગેની વિગતો હજુ સુધી બહાર આવી નથી.
View this post on Instagram


