Monday, October 5, 2026
Homeરાજ્યહાલારસ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીનો દારૂના કટીંગ સ્થળે દરોડો

સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીનો દારૂના કટીંગ સ્થળે દરોડો

નાઘેડી જીઆઇડીસી રોડ પર એસએમસી ત્રાટકી: 37 લાખની કિંમતની 246 પેટી દારૂ કબ્જે: જામનગરના બે શખ્સોની ધરપકડ: વાહનો અને મોબાઇલ મળી રૂા.1.37 કરોડનો મુદ્દામાલ કબ્જે: 9 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી: એસએમસીના દરોડાથી સ્થાનિક પોલીસમાં ફફડાટ

જામનગર તાલુકાના નાઘેડી જીઆઇડીસી રોડ પરથી સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીની ટીમે વોચ ગોઠવી દારૂના કટીંગ સમયે રેઇડ દરમ્યાન દારૂ અને બીયર મળી 246 પેટી તથા વાહન અને મોબાઇલ તેમજ રોકડ મળી કુલ રૂા.1.37 કરોડના મુદ્દામાલ સાથે બે શખ્સોને દબોચી લીધા હતાં.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં દારૂની હેરાફેરી બેખોફ અને બેરોકટોક થઇ રહી છે. જુદા-જુદા પ્રદેશોમાંથી દારૂનો વિશાળ જથ્થો હાલારમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. જો કે પોલીસ સતર્કતા દાખવી દારૂનો જથ્થો ઝડપી લેતી હોય છે પરંતુ તેમ છતાં દારૂનો મોટો જથ્થો હાલારમાં ઘર કરી જાય છે. દરમ્યાન જામનગર તાલુકાના નાઘેડી જીઆઇડીસી રોડ પરથી દારૂનો જથ્થો પસાર થવાની મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને વોચ દરમ્યાન બાતમી મુજબના આર.જે.14 જીટી 6136 નંબરનો ટાટા ટ્રક તથા જીજે10 ટીવાય 0384 નંબરનું બડાદોસ્ત વાહન જીજે36 વી 7210 નંબરનું બડાદોસ્ત વાહન જીજે10 ડીપી 9006 નંબરનું બાઇક સહિતના પાંચ વાહનોને આંતરી લઇ તલાશી લેતા વાહનમાંથી દારૂનું કટીંગ કરાઇ તે પહેલા જ એસએમસીની ટીમે રેઇડ કરી વાહનોમાંથી રૂા.37,21,848 ની કિંમતની 10,409 બોટલ (ઇંગ્લીશ દારૂ 246 પેટી) મળી આવતાં કબ્જે કર્યો હતો.

તેમજ રેઇડ દરમ્યાન એસએમસીની ટીમે 20 લાખની કિંમતનો આર.જે.જીટી 6136નંબરનો ટ્રક, 7 લાખની કિંમતનું જીજે10 ટીવાય 0384 નંબરનું બડાદોસ્ત વાહન તથા 7 લાખની કિંમતનું જીજે36 વી 7210 નંબરનું બડાદોસ્ત વાહન તેમજ રૂા.40 હજારની કિંમતનું જીજે10 ડીપી 9006 નંબરનું બાઇક અને 40 હજારની કિંમતનું જીજે10 ડીએમ 7709 નંબરનું એકસેસ બાઇક અને 20 હજારની કિંમતના ચાર મોબાઇલ ફોન તથા રૂા.12,030 ની રોકડ રકમ ઉપરાંત ટ્રકમાં ભરેલા રૂા.65,24,113 ની કિંમતના KEI Industries Ltd કંપનીના બીલ નં.8140S0126001442 મુજબના પ્લાસ્ટીકના દાણાના 24 બોક્સ તથા તાલપત્રી મળી કુલ રૂા.1,37,58,491 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પોલીસે રેઇડ દરમ્યાન બાઇક ચાલક દીપક ઉર્ફે અટાપટુ જમનાદાસ જેઠવાણી (ઉ.વ.35, રે. પંચવટી સોસાયટી, રણજીતસાગર રોડ, જામનગર), યુવરાજસિંહ કારૂભા ચુડાસમા (ઉ.વ.27, રે.નાઘેડી, જામનગર) નામના બે શખ્સોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર રામ ઉર્ફે રામકો જીવા મોઢવાડિયા (નાઘેડી) તથા કાના જીવા મોઢવાડિયા(નાઘેડી), ઇરફાન કાસમ કાટેલિયા (નાઘેડી), જીજ્ઞેશ ઉર્ફે જીગો વિનોદ ખીચડા (રે.જામનગર), ટ્રક નં.આર.જે.જીટી 6136 નો ચાલક અશફાક (હરિયાણા), ક્લીનર રાહુલ રજાક (રાજસ્થાન) તેમજ બડાદોસ્ત વાહન નંબર જીજે10 ટીવાય 0384 અને જીજે36 વી 7210 તેમજ બાઇક નં.જીજે10 ડીપી 9006 આ ત્રણેય વાહનોના માલિક સહિત 9 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે પંચ બી પોલીસ સ્ટેશનને સોંપી આપ્યા હતાં. ત્યારબાદ પીઆઇ વી.જે.રાઠોડ તથા સ્ટાફે 9 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular