Saturday, October 3, 2026
Homeરાજ્યજામનગરનોકરીમાંથી કાઢી મૂકતા ફડાકો ઝીંકી સુપરવાઇઝરને લૂંટી લીધો

નોકરીમાંથી કાઢી મૂકતા ફડાકો ઝીંકી સુપરવાઇઝરને લૂંટી લીધો

કંપનીમાંથી 23 ડ્રાઇવરોને નોકરીમાંથી કાઢી મૂકાયા: એક ડ્રાઇવરે સુપરવાઇઝરને ગાળો કાઢી: ઓફિસમાં જઇ માર મારી 1200 ની રોકડ લૂંટી લીધી: પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

જામનગર શહેરમાં ઢીંચડા રોડ પર એક સપ્તાહ પહેલા કંપનીમાંથી 23 ડ્રાઇવરોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા તે બાબતનો ખાર રાખી એક ડ્રાઇવરે સુપરવાઇઝરને આંતરીને ગાળો કાઢી ફડાકો ઝીંકી 1200 રૂપિયાની લૂંટ ચલાવી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં દિગ્જામ વુલનમીલ પાસેના મહાદેવ મંદિર નજીક રહેતો હનીફ હુશેનભાઇ દલ (ઉ.વ.40) નામનો યુવાન કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો હતો. દરમ્યાન આ કંપનીમાં એક સપ્તાહ પૂર્વે 23 ડ્રાઇવરોને નોકરીમાંથી કાઢી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો હતો. 23 ડ્રાઇવરો પૈકીના અજીમ સુમારિયા નામના ડ્રાઇવરે ગઇકાલે સવારના સમયે હનીફ દલ ઢીંચડા રોડ પર બે દિવસ પૂર્વે નંદનિકેતન સ્કૂલની બાજુમાંથી પસાર થતો હતો ત્યારે અજીમે સુપરવાઇઝરને આંતરીને જેમ ફાવે તેમ ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ ગઇકાલે સવારે હનીફની ઓફિસે જઇ અજીમ સુમરિયાએ કાન પર જોરથી ફડાકો ઝીંકી દઇ ઝપાઝપી કરી હનીફના ખિસ્સામાં રહેલી રૂા.1200 ની રોકડ રકમની લૂંટ કરી પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઇ આર.બી.ઠાકોર તથા સ્ટાફે અજીમ સુમારિયા વિરૂધ્ધ હુમલો, લૂંટ અને ધમકીનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular