Thursday, October 1, 2026
Homeરાજ્યજામનગરજામનગરના ભાનુશાળી વાડમાં જર્જરીત મકાનની છત ધરાશાયી - VIDEO

જામનગરના ભાનુશાળી વાડમાં જર્જરીત મકાનની છત ધરાશાયી – VIDEO

મકાનમાં બે લોકો હાજર હોય સામાન્ય ઇજા પહોંચી : ફાયર તથા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા

જામનગર શહેરના ભાનુશાળી વાડમાં આજે સાંજના સમયે મકાનની છત ધરાશાયી થતાં દોડધામ મચી હતી. મકાનમાં બે લોકો હાજર હોય તેઓને ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તથા 108 એમ્બ્યુલન્સ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરના ભાનુશાળી વાડ શેરી નં.5માં આવેલુ મકાન છેલ્લા કેટલાક સમયથી જર્જરીત હાલતમાં હોય આજે સાંજના મમયે આ મકાનની છતનો ભાગ ધડાકાભેર ધરાશાયી થયો હતો. આ ઘટનાને પગલે આજુબાજુના રહેવાસીઓમાં દોડધામ મચી ગઇ હતી. આ જર્જરીત મકાન અંદાજીત 35 વર્ષ જુનુ હોવાનું પણ જાણવા મળ્યું હતું. મકાનની છત ધરાશાયી થવાની દુઘર્ટના સમયે મકાનની અંદર બે લોકો હાજર હોય બન્ને લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. સદનસીબે આ ઘટનામાં કોઇ મોટી જાનહાની થઇ ન હતી.

- Advertisement -

આ બનાવની ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તેમજ 108 એમ્બ્યુલન્સ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતાં. ફાયર વિભાગ દ્વારા સ્થળ પર પહોંચી રેસ્યુ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જર્જરીત મકાનની છત ધરાશાયી થવાને પગલે આજુબાજુના રહેવાસીઓ એકઠા થઇ ગયા હતાં. અને લોકોમાં ચિંતા છવાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular