Thursday, October 1, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ગુનાખોરી ડામવા પોલીસ દ્વારા કોમ્બીંગ - VIDEO

જામનગરમાં ગુનાખોરી ડામવા પોલીસ દ્વારા કોમ્બીંગ – VIDEO

શહેર અને જિલ્લામાં સઘન ચેકીંગ: મેળાવડો જમાવીને બેસતા, રોમિયોગીરી કરતા વાહનચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી

જામનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તથા ગુનાખોરી ડામવા પોલીસ અધિક્ષક દ્વારા ગઇકાલે સાંજે કોમ્બીંગ નાઇટ દરમ્યાન નંબરપ્લેટ વગરના વાહનો, કાળી ફિલ્મ લગાવનાર, ફેન્સી નંબરપ્લેટ લગાવનાર, ડ્રીંક અને ડ્રાઇવ તથા હથિયારો રાખનાર વાહનચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેર/જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તે અનુસંધાને કોમ્બનિંગ નાઇટ દરમ્યાન જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા બુધવારે મોડી સાંજે યોજેલી ડ્રાઇવમાં નંબર પ્લેટ વગર ના વાહનો, કારની બારીઓમાં અપારદર્શક ફિલ્મો લગાડનારા, ફેન્સી નંબર પ્લેટ લગાવેલા, ડ્રીંક એન્ડ ડ્રાઇવ તેમજ વાહનોમાં ધોકા જેવા હથિયારો સાથે નીકળેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

આ કોમ્બનિંગ નાઇટ દરમ્યાન સમગ્ર જીલ્લા તેમજ શહેર ના વિવિધ વિસ્તારો તેમજ શહેરના પ્રવેશદ્વાર જેવા રોડ ઉપર કડક ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જ્યારે, જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વી.એમ.ડોડીયા, દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી ના પીએસઆઇ વી.આર.જોરીયા તથા પીએસઆઇ ડી.જી.રામાનુજ સહિત સર્વેલન્સ ટીમ દ્વારા દરબારગઢ નાકા બહાર આવેલ પાંચ હાટડી વિસ્તાર, ઘાંચી ની ખડકી વિસ્તાર, ખોજા નાકા વિસ્તાર, પવનચક્કી વિસ્તાર અને એસ.ટી.રોડ પર ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ 08 થી વધુ બાઇક ડીટેઇન કરાયા હતાં અને સંખ્યાબંધ લોકો પાસેથી હાજર દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહી થી નિમયોનો ભંગ કરનારાઓ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કોમ્બનિંગ નાઇટ દરમ્યાન પોલીસે દુકાનોએ કે, જાહેર સ્થળોએ વાહનો સાઇડમાં પાર્ક કરીને જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અમુક લોકો તો પોલીસને જોઇને ભાંગ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular