Thursday, October 1, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવાનનું અગમ્ય કારણોસર મોત નિપજ્યું

જામનગરમાં યુવાનનું અગમ્ય કારણોસર મોત નિપજ્યું

જામનગર શહેરના શરૂ સેકશન રોડ પર આવેલી બિલ્ડીંગના ત્રીજા માળે નોકરી કરતા યુવાનનું કોઇ કારણસર બેશુધ્ધ થઇ જતાં મોત નિપજ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા રામનગરમાં રહેતો સાગર રણછોડભાઇ નકુમ (ઉ.વ.37) નામનો યુવાન ગઇકાલે સવારના સમયે શરૂ સેકશન રોડ પર આવેલી આલ્ફા બિલ્ડીંગમાં ત્રીજા માળે કેટલ કેમિકલ કંપનીમાં તેની ફરજ પર હતો તે દરમ્યાન કોઇ કારણસર બેશુધ્ધ થઇ જતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં યુવાનનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની નિશીથ નકુમ દ્વારા જાણ કરાતાં હે.કો. જે.કે.વજગોળ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી મોતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular