Thursday, October 1, 2026
Homeરાજ્યજામનગરમહિલા મંત્રી, કલેકટર, કમિશનર દ્વારા સ્વચ્છતા અભિયાન - VIDEO

મહિલા મંત્રી, કલેકટર, કમિશનર દ્વારા સ્વચ્છતા અભિયાન – VIDEO

રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, કલેકટર, કમિશ્નર સહિતના જોડાયા

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા જામનગરના રણમલ તળાવ-3 ખાતે યોજાયેલા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા હતા. મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ‘એક દિન, એક ઘંટા, એક સાથ’ના સંકલ્પ સાથે શ્રમદાન કરી સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આસપાસના વિસ્તારની સ્વચ્છતા માટે યોગદાન આપ્યું હતું.

- Advertisement -

‘એક દિન, એક ઘંટા, એક સાથ’ના સંદેશ સાથે યોજાયેલ આ શ્રમદાન પ્રવૃત્તિ દ્વારા સ્વચ્છતા અભિયાનમાં જનભાગીદારીનું મહત્વ ઉજાગર થયું હતું. જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે નાગરિકો પણ નિયમિત રીતે સહભાગી બને અને સ્વચ્છતાને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવે તેવો સંદેશ આ કાર્યક્રમના માધ્યમથી આપવામાં આવ્યો હતો. સ્વચ્છતાએ માત્ર કોઈ એક વ્યક્તિ કે સંસ્થાની જવાબદારી ન રહેતા સમગ્ર સમાજની સહિયારી જવાબદારી બને અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવામાં નાગરિકોની ભાગીદારી વધે તે હેતુસર આ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સેવા સંકલ્પ અભિયાન ઉપરાંત 2 ઓક્ટોબર ગાંધીજયંતિની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે એક દિન,એક ઘંટા, એક સાથના સંદેશ સાથે આજે સમગ્ર ગુજરાતમાં પણ વિવિધ જાહેર સ્થળો પર સફાઈ અભિયાનો યોજવામાં આવશે.

- Advertisement -

જામનગરમાં યોજાયેલા સ્વચ્છતા અભિયાનમાં ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, જિલ્લા કલેકટર પી.બી.પંડ્યા, જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર દીપેશ કેડિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, સાશક પક્ષના નેતા અમર મોદી, પ્રાંત અધિકારી એસ.ડી.બારડ, અધિકારીઓ, આગેવાનો, કોર્પોરેટરઓ, સ્વચ્છતાકર્મીઓ તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને લોકોએ સફાઈ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular