Thursday, October 1, 2026
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા સ્વચ્છતા મુદે 48 એકમોને નોટીસ - VIDEO

જામ્યુકો દ્વારા સ્વચ્છતા મુદે 48 એકમોને નોટીસ – VIDEO

રૂા.68,750નો વહિવટી ચાર્જ વસુલાયો : સ્વચ્છતા મુદે જામ્યુકો દ્વારા નાઇટ ડ્રાઇવ

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નાઇટ ડ્રાઇવ યોજી ગંદકી ફેલાવતા અને ન્યુસન્સ ફેલાવતા 48 એકમોને નોટીસ આપવામાં આવી હતી અને રૂા.68,750નો વહિવટી ચાર્જ પણ વસુલાયો હતો. તેમજ ગઇકાલે પણ નાઇટ ડ્રાઇવ યોજાઇ હતી.

- Advertisement -

જામનગર શહેરમાં ખાણીપીણીના ધંધાર્થીઓ તેમજ વેપારીઓ દ્વારા ફેલાવાતી ગંદકી સહિતના મુદે જામનગર મહાનગરપાલિકા એકશનમાં આવી છે. સતત ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કમિશ્નર સહિતના અધિકારીઓ પણ સ્થળ મુલાકાત કરી રહ્યા છે. અને જાહેરમાં ગંદકી ફેલાવતા વેપારીઓ વિરૂઘ્ધ કડક કાર્યવાહી કરાઇ રહી છે. જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને એસ્ટેટ શાખા સાથે શહેરના તમામ કોમર્શિયલ વિસ્તારમાં નાઇટ ડ્રાઇવ યોજાઇ હતી. આ ડ્રાઇવ દરમિયાન કોમર્શિયલ વિસ્તારમાં ડસ્ટબિન ન રાખતા, ન્યૂસન્સ કરતા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનમાં પોતાના એકમનો કચરો ન આપતા આસામીઓ પાસેથી વહીવટી ચાર્જ રૂ 68750/- વસૂલ કરવામાં આવ્યો હતો. તેમજ 48 એકમોને નોટિસ આપવામાં આવી હતી. દરેક એકમ એ પોતાના એકમનો કચરો ફક્તને ફ્કત ડોર ટુ ડોર વાહનમાં આપવા માટેની IEC એક્ટિવિટી કરવામાં આવી હતી.

- Advertisement -

કમિશનરની સૂચના મુજબ શહેરની સ્વચ્છતા જળવાઈ રહે તેમજ કોમર્શિયલ વિસ્તારોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધે તે હેતુથી ગઇકાલે નાઈટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ નાઈટ ડ્રાઈવ દરમિયાન ઝોનલ ઓફિસર, S.I. તથા S.S.I સાથે મળી વિવિધ કોમર્શિયલ એકમોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ડસ્ટબીન ન રાખતા તેમજ જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા એકમો પાસેથી વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

- Advertisement -

સાથે સાથે વેપારીઓ અને નાગરિકોને આસપાસ સ્વચ્છતા જાળવવા, ડસ્ટબીનનો ફરજિયાત ઉપયોગ કરવા તથા કચરાનો યોગ્ય નિકાલ ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની ગાડીમાં કરવા અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular