જામનગર શહેર જિલ્લામાં અવાર નવાર નસીલા પદાર્થનું વેંચાણ થતું મળી આવે છે. પોલીસ દ્વારા આ દુષણ ડામવા કાર્યવાહી કરવામાં આવે છે તેમ છતાં નશીલા પર્દાથનું વેંચાણ અટકતુ નથી અને આ વેંચાણના કારણે યુવા પેઢી બરબાદ થઇ રહી છે. દરમિયાન મેઘપરમાંથી વધુ ચાર કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સંવેદનશીલ દરીયા કિનારો ધરાવતા હાલારમાં વર્ષોથી યુવા પેઢીને બરબાદ કરતુ કરતું વેંચાણ થતું રહ્યું છે અને પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી અંતર્ગત આ નશીલા પદાર્થનું વેંચાણ ડામવા પગલા લેવામાં આવી રહ્યા છે. તેમ છતાં સમયાંતરે હાલારમાંથી નશીલા પદાર્થ ગાંજો, ડ્રગ્સ જેવો જથ્થો મળી આવવાની ઘટના સામાન્ય બની ગઇ છે. દરમિયાન એસઓજીના વિરેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા અને મયુરરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે રેંજ આઇજી નિલીપ્ત રાયની સુચનાથી પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈનના માર્ગદર્શન હેઠળ આઇપીએસ પ્રતિભાના નેજા હેઠળ પીઆઇ વી.બી. ચૌધરી, એ.એલ. બારસીયા, પીએસઆઇ એલ.એમ. ઝેર તથા સ્ટાફે લાલપુર તાલુકાના મેઘપર ગામમાં કેશુભા કંચવાના મકાનમાં આરો પ્લાન્ટ પાસે ઓરડીમાંથી સુનીલકુમાર રામબાબુ રાય (રે. બિહાર) નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા.2 લાખની કિંમતનો 4 કિલો ગાંજાનો જથ્થો અને 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા 1,520ની રોકડ રકમ સહિત કુલ રૂા.2,11,520ની કિંમતનો મુદામાલ કબ્જે કરી સુનિલકુમારની ધરપકડ કરી પુછપરછ હાથ ધરતા આ ગાંજાના જથ્થામાં સુનિલનો જ ભાઇ સુજીતકુમાર રાય નામના શખ્સની સંડોવણી ખુલી હતી જેના આધારે પોલીસે બન્ને ભાઇઓ વિરૂઘ્ધ એનડીપીએસ એકટ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
View this post on Instagram


