Monday, September 28, 2026
Homeરાજ્યજામનગરફેસબુકમાં એપીકે ફાઇલ ડાઉનલોડ કરતા 95 હજાર ઉપડી ગયા...!

ફેસબુકમાં એપીકે ફાઇલ ડાઉનલોડ કરતા 95 હજાર ઉપડી ગયા…!

સોશ્યલ મીડીયાના ફેસ બુક દ્વારા એપીકે ફાઇલ મોકલાઇ : યુવાને ફાઇલ ડાઉનલોડ કરી : ખાતામાંથી 95 હજાર ઉપડી ગયા : પોલીસ દ્વારા ગુન્હો નોંધી તપાસ

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા યુવાને ફેસબુકમાં એપીકે ફાઇલ વાળી લીંક ડાઉનલોડ કરતા યુવાનના ખાતામાંથી 95 હજારના રોકડની છેતરપીંડી થયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

સોશ્યલ મીડીયાનો ઉપયોગ વધતો જાય છે તેમ તેમ સોશ્યલ મીડીયાના પ્લેટફોમ ઉપર છેતરપીંડી અને સાઇબર ક્રાઇમના ગુન્હા ચિંતા જનકરૂપે વધી રહ્યા છે. દરમિયાન જામનગર શહેરના ખોડિયાર કોલોની પોલીસ ચોકીની બાજુમાં રહેતા હિતેશ કલ્યાણજીભાઇ નાખવા (ઉ.વ.48) નામના યુવાનને મોબાઇલ નં.7617343022 નંબરના ધારકે યુવાનને ફેસબુક પર આઇપીટીવી.એપીકે ફાઇલ વાળી લીંક મોકલી હતી. ત્યારબાદ હિતેશે આ ફાઇલ ડાઉનલોડ કરતા તેના આઇસીઆઇસીઆઇ બેંકના 020501523810 નંબરના બેંક ખાતામાંથી રૂા.95 હજારની ઓનલાઇન છેતરપીંડી આચરવામાં આવી હતી. ખાતામાંથી રૂપિયા ઉપડી જતાં હિતેશે આ અંગે સીટી સી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના આધારે પીઆઇ એચ.વી. રાઠોડ તથા સ્ટાફે મોબાઇલ નંબરના આધારે છેતરપીંડીનો ગુન્હો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular