જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના પવનચક્કીથી ગ્રીન સીટી રોડ પર કરવામાં આવેલા દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં ચેકીંગ હાથ ધરી દબાણો હટાવવાની કામગીરી કરી માર્ગો ખુલ્લા કરાવાયા હતાં.
જામનગર શહેરમાં જાહેર રસ્તાઓ અને માર્ગોની આજુબાજુ તથા ફુટપાથ પર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો સામે જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર દિપેશ કેડીયા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કમિશ્નર સહિતના અધિકારીઓ દ્વારા પણ સતર્ક આ અંગે નિરીક્ષણ અને દેખરેખ કરવામાં કરવામાં આવી રહી છે ત્યારે શુક્રવારે સાંજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ટીપીઓ શાખા સહિતનો ટીમોનો મોટો કાફલો પવનચકકીથી ગ્રીનસીટી રોડ પરના માર્ગ પર પહોંચ્યો હતો. અને રસ્તા ઉપર તેમજ જાહેર માર્ગને અડચરરૂપ બને તે રીતે ખડકાયેલા ગેરકાયદેસર ઓટલા દુકાનોના ટેબલો, રેકડીઓ, મંડપ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.
View this post on Instagram
એસ્ટેટ અને ટીપીઓ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં સ્થળ નિરીક્ષણ કરી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. દબાણો દૂર કરવામાં આવતા માર્ગ ખુલ્લો થતાં વાહન ચાલકોને ટ્રાફીક સહિતની સમસ્યામાંથી રાહત મળી હતી.


