Friday, September 25, 2026
Homeરાજ્યજામનગરકિશાનચોકમાં મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

કિશાનચોકમાં મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

138 નંગ ચપટા સહિતનો મુદામાલ કબ્જે : દારૂના વેંચાણના ભાગીદાર અને સપ્લાયરની શોધખોળ

જામનગર શહેરમાં કિશાનચોક વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી એલસીબીએ એક શખ્સને 138 નંગ વિદેશી દારૂના ચપટા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સપ્લાયરની શોધખોળ હાથ ધરાઇ છે.

- Advertisement -

દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં કિશાન ચોક માલદે ભુવનમાં રહેતો કિશન મયુર કનખરાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના મયુરસિંહ પરમાર, રૂષિરાજસિંહ વાળા, મયુદીનભાઇ સૈયદને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈનની સુચના અને એલસીબીના પીઆઇ વી.બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એમ.વી. ભાટીયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, હિરેનભાઇ વરણવા,નિર્મળસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, ધનશ્યામભાઇ ડેરવાળીયા, દિલીપભાઇ તલવાડીયા, ભરતભાઇ ડાંગર,હિતેન્દ્રસિંહ જાડેજા, મયુદીનભાઇ સૈયદ,ક્રિપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, સુમીતભાઇ શીયાર, ધમેન્દ્રસિંહ જાડેજા, ભયપાલિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન કિશન મયુર કનખરાને દારૂના જથ્થા સાથે ઝડપી લઇ રૂા.22,800ની કિંમતના 138 નંગ વિદેશી દારૂના ચપટા રૂા.5000ની કિંમતનો મોબાઇલ ફોન સહિત કુલ રૂા.27,800નો મુદામાલ કબ્જે કર્યો હતો.

આ દારૂના વેંચાણના ભાગીદાર તરીકે ધાર્મિક નંદા અને સપ્લાયર તરીકે ભાવેશ પ્રકાશ દામાના નામો ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular