Friday, September 25, 2026
Homeરાજ્યહાલારદ્વારકા પાસે બાઇક સાથે ભેંસ અથડાતા યુવાનનું મોત

દ્વારકા પાસે બાઇક સાથે ભેંસ અથડાતા યુવાનનું મોત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના વાડી વિસ્તારમાં રહેતો યુવાન તેના બાઇક પર નાગેશ્ર્વર રોડ પરથી પસાર થતો હતો ત્યારે અચાનક ભેંસ બાઇક સાથે અથડાતા અકસ્માતમાં ચાલક યુવાનનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ દ્વારકા તાલુકાના કલ્યાણપુર ગામના વાડી વિસ્તારમાં રહેતા ડેપાભા વિસાભા સુમણીયા તેમનું જી.જે. 37 આર. 2469 નંબરના બાઇક પર બેસીને ગત તારીખ 13 સપ્ટેમ્બરના રોજ નાગેશ્વર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે નંદી નિવાસ ગૌશાળા પાસે પહોંચતા પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા આ બાઇક આડે ભેંસ ઉતરતા બાઈકના ચાલક ડેપાભા સુમણીયાનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તેમને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે સાદુલભા ડેપાભા સુમણીયાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે મૃતક બાઈક ચાલક વિરુઘ્ધ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, પી.એસ.આઈ. ગોહિલ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular