Friday, September 25, 2026
Homeરાજ્યજામનગરત્રણ કલાક બંધ રહેલા મહિલાના મકાનમાંથી લાખોની ચોરી

ત્રણ કલાક બંધ રહેલા મહિલાના મકાનમાંથી લાખોની ચોરી

બ્યુટીપાર્લર સંચાલીકાના મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું : 2 લાખ રોડકા અને સોના-ચાંદીના દાગીના ઉસેડી ગયા : પોલીસ દ્વારા તસ્કરનું પગેરૂ મેળવવા તપાસ

જામનગર શહેરના ઢીંચડા રીંગ રોડ પર તીરૂપતી સોસાયટીમાં ભાડાના મકાનમાં બ્યુટીપાર્લર ચલાવતી મહિલાના ઘરમાં અજાણ્યા તસ્કરોએ લોકરનો દરવાજો તોડી રોકડ રકમ અને દાગીના મળી રૂા.3,07,000ની માલમતાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરના ઢીંચડા રીંગ રોડ પર તીરૂપતી સોસાયટીમાં આવેલા 129/4 શેરી નં.7 યોગી પાર્કમાં ભાડાના મકાનમાં રહેતા અને બ્યુટી પાર્લર ચલાવતા નિકીતાબેન ઉર્ફે નીશાબેન અરવિંદભાઇ વાગડીયા (ઉ.વ.39) નામની મહિલા ગત તા.22ના રોજ સાંજે સાડા છ થી સાડા નવ સુધી બજારમાં ખરીદી કરવા ગયા હતાં ત્યારે પાછળથી અજાણ્યા તસ્કરો મકાનનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી રૂમમાં રહેલા પતરાના કબાટનો લોકરનો દરવાજો તોડી તેમાંથી રૂા.2 લાખ રોકડા અને 1,07,000ની કિંમતના સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.3,07,000ની માલમતા ચોરી કરી ગયા હતાં. આ બનાવ બાદ બજારમાંથી પરત ફરેલા મહિલાએ ઘરમાં ચોરી થયાની જાણ કરતા પીઆઇ એ.વી. પીપરોતર તથા સ્ટાફે સ્થળ પર દોડી જઇ મહિલાના નિવેદનના આધારે અજાણ્યા તસ્કર વિરૂઘ્ધ ચોરીનો ગુન્હો નોંધી એફએસએલ તથા ગુન્હા શોધક શ્વાન તથા સીસી ટીવી ફુટેજના આધારે તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular