Thursday, September 24, 2026
Homeરાજ્યજામનગરજેએમસી સ્ટે.કમીટી દ્વારા રૂા.18.88 કરોડના ખર્ચના કામોને મંજુરી

જેએમસી સ્ટે.કમીટી દ્વારા રૂા.18.88 કરોડના ખર્ચના કામોને મંજુરી

સમર્પણ સર્કલથી બેડી બંદર રોડ સુધીના 45 મીટર પહોળા ડીપી રોડનો સૈઘ્ધાંતીક સ્વીકાર

જામનગર મહાનગરપાલિકાની સ્ટે.કમીટીની બેઠકમાં સીસી રોડ, પ્રાથમીક આરોગ્ય બિલ્ડીંગ, ભૂર્ગભ ગટર, પાઇપ લાઇન સહિત કુલ રૂા.18.88 કરોડના કામોને મંજુરી આપવામાં આવી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા સ્ટે. કમીટી ચેરમેન ધીરેનભાઇ મોનાણીના અઘ્યક્ષસ્થાને સ્ટે.કમીટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કુલ 12 સભ્યો ઉપરાંત મેયર મોનીકાબેન વ્યાસ, ડે.મેયર રાકેશભાઇ ડેર, ડે.કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઇ જાની, આસી. કમિશ્નર મુકેશભાઇ વરણવા ઉપસ્થિત રહ્યા હતાં. બેઠકમાં સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં.5માં સીસી રોડ/સીસી બ્લોકના કામ અંતર્ગત રૂા.200 લાખ, વોર્ડ નં.11માં 250 લાખ, વોર્ડ નં.12માં રૂા.250 લાખ, લોકભાગીદારી સ્કીમ અંતર્ગત વોર્ડ નં.11 ગોકુલ હોન્ડા શોરૂમથી તીર્થ રેસીડેન્સી તથા રાજમોતી બંગ્લોસ તરફ જતાં ટીપી સ્કીમ નં.6માં સીસી રોડ માટે રૂા.111.50 લાખ, આરોગ્ય વિભાગની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં.11 હાપા ટીપી સ્કીમ નં.2 પ્લોટ નં.71 ઉપર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે બિલ્ડીંગ બનાવવા રૂા.160.84 લાખ, વોર્ડ નં.12 ઘાંચીવાડ વિસ્તારમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બિલ્ડીંગ બનાવવા રૂા.161.49 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.

ચોમાસાની સીઝન દરમિયાન હાઇડ્રોલીક એસકેવેટર તથા ટ્રેકટર વીથ ટ્રોલી સપ્લાય કરવા રૂા.5 લાખ, સંગમ બાગ ઓપરેશન એન્ડ મેઇટેનન્સ માટે રૂા.4.77 લાખ, એસજેએમએમએસવીવાયની ગ્રાન્ટ અન્વયે વો.વ. શાખાના સીટી વિસ્તાર તથા હેડ વર્કસ ઉપર સ્પેશીયલ પ્રકારના કામ માટે એમએસ સપ્લાય કરીને ફીટીંગ કરવાના કામ અંગે રૂા.15.38 લાખ, ભૂર્ગભ ગટર શાખા હસ્તકના 70 એમએલડી ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાંચ વર્ષ માટે સંચાલન અને જાળવણી કરવાના ચાલુ કામની સમય મર્યાદા વધુ બે વર્ષ વધારવા રૂા.564.71 લાખ, એસજેએમએમએસવીવાય/લોકભાગીદારીની ગ્રાન્ટ અન્વયે ભૂર્ગભ ગટર પાઇપલાઇન નાખવા વોર્ડ નં.1 થી 8 માટે રૂા.108.93 લાખ, વોર્ડ નં.9 થી 16 માટે 108.93 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા હસ્તકની ક્ધટ્રીબ્યુશન લેન્ડ રે.સ.નં.325 અને 327 (પટેલ વાડી-રાજપાર્ક મેઇન રોડના છેડે) પ્લાન્ટેશન અને મેઇન્ટેનન્સ અર્થે વનવિભાગને સોંપવા અંગે કમિશ્નરની દરખાસ્ત ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર થયું હતું. સમર્પણ સર્કલથી બેડી બંદર રોડ સુધીના 45.00 મીટર પહોળા ડી.પી. રોડ અંગે કમિશ્નરની રજુઆત થયેલ દરખાસ્ત અન્વયે સિઘ્ધાંતીક સ્વીકાર કરાયો હતો. સરદાર વલ્લભભાઇ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે આવેલ ફુડઝોન શોપ નં.-(3), 5-(પાંચ) વર્ષના ઓપરેટીંગ લીઝ ભાડેથી આપવાના કામ અંગે આવક રૂા.4,61,000 પ્રતિવર્ષ અને ફુડઝોન શોપ નં.(4), પ-(પાંચ) વર્ષના ઉપરેટીંગ લીઝ માટે રૂા.7,61,365ની આવકનો નિર્ણય કરાયો હતો.

ગુજરાત રાજ્ય સેવા (પેન્શન) નિયમો 2002 અન્વયે જામનગર મહાનગર પાલિકાના સેવા પેન્શન મેળવતા પેન્શર્નનું મૃત્યુ થયે પેન્શનની બરાબર ઉચ્ચક રકમ ચૂકવવા અંગે કમિશ્નરની દરખાસ્ત ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરાયું હતું તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક શાળા નં.42ના આધુનિક શાળા નવનિર્માણ કરવા અંગે પણ ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular