Thursday, September 24, 2026
Homeરાજ્યહાલારફ્રી ટીકટોક ડાઉનલોડ કરતા ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા

ફ્રી ટીકટોક ડાઉનલોડ કરતા ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા

ફેસબુક પર ફ્રી ટીકટોક ડાઉનલોડ : કર્યુ ખાતામાંથી 50,000 ઉપડી ગયા : પોલીસ દ્વારા કાર્યવાહી

જામનગર તાલુકાના સિકકા ગામમાં રહેતા યુવાને સોશ્યલ મીડીયાના ફેસબુક પ્લેટફોમ પર મુકાયેલી પોસ્ટ ડાઉનલોડ કરવા જતાં તેના ખાતામાં રૂા.50,000ની છેતરપીંડી થયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સિકકા ગામમાં ગરીબ નવાઝ ચોકમાં રહેતા ફારૂખભાઇ જુનસભાઇ ચમાડીયા (ઉ.વ.45) નામના ડ્રાઇવીંગ કરતા યુવાને સોશ્યલ મીડીયાના ફેસબુક પ્લેટફોમ પર ફ્રી ટીકટોક ડાઉનલોડ વાળી પોસ્ટ પર કલીક કરી ડાઉનલોડ કરી હતી. આ ફ્રી ટીકટોક ડાઉનલોડ કરતા તેના એચડીએફસી બેંકના ખાતા નં.501003539389899 નંબરના ખાતામાંથી રૂા.50,000ની ઓનલાઇન છેતરપીંડી કરવામાં આવી હતી. ત્યારબાદ યુવાને આ બનાવ અંગેની જાણ પોલીસમાં કરાતા એએસઆઇ પી.એસ. ગોંડલીયા તથા સ્ટાફે ફેડરલ બેંકના ખાતાધારક વિરૂઘ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular