લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રહેતા પ્રૌઢ તેના ઘરે ગોડાઉનમાં કડીયા કામ કરતા હતાં ત્યારે તબીયત લથડતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રહેતા અજીતસિંહ ઉમેદસિંહ સોલંકી (ઉ.વ.54) નામના પ્રૌઢ ગત તા.20ના રોજ સાંજના 5 વાગ્યાના અરસામાં તેના ઘરે ગોડાઉનમાં કડીયાકામ કરતા હતાં ત્યારે અચાનક તબીયત લથડતા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પહેલા મોત નિપજ્યાંનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગેની મૃતકના ભાઇ કરણસિંહ દ્વારા જાણ કરાતા એએસઆઇ વી.સી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


