Thursday, September 24, 2026
Homeરાજ્યજામનગરજામ્યુકોના વિસર્જન કુંડમાં 10 દિવસમાં 3867 ગણેશ મુર્તિઓનું વિસર્જન - VIDEO

જામ્યુકોના વિસર્જન કુંડમાં 10 દિવસમાં 3867 ગણેશ મુર્તિઓનું વિસર્જન – VIDEO

‘છોટી કાશી’ જામનગરમાં ગણેશોત્સવ અંતર્ગત ગણેશ વિસર્જનનો દસમો દિવસ હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા ખંભાળિયા બાયપાસ તથા સરદાર રિવેરા ખાતે તૈયાર કરાયેલા બંને વિસર્જન કુંડમાં વધુ 93 ગણેશ મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

મહાનગરપાલિકાના આંકડા મુજબ ખંભાળિયા બાયપાસ વિસર્જન કુંડમાં 52 તથા સરદાર રિવેરા કુંડમાં 41 મળી કુલ 93 મૂર્તિઓનું વિસર્જન થયું હતું. આ સાથે દસ દિવસમાં ખંભાળિયા બાયપાસ કુંડમાં કુલ 2977 અને સરદાર રિવેરા કુંડમાં 890 મળી બંને કુંડમાં કુલ 3867 ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું છે.

- Advertisement -

બંને કુંડ ખાતે ગણેશ ભક્તો દ્વારા ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષ સાથે પોતાના આરાધ્ય દેવને શ્રદ્ધાપૂર્વક વિદાય આપવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular