Thursday, September 24, 2026
Homeરાજ્યગુજરાતજામનગરના ત્રણ ખેલાડીઓ રાષ્ટ્રીયકક્ષાની અન્ડર 14 બાસ્કેટ બોલ ટુર્નામેન્ટનું ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

જામનગરના ત્રણ ખેલાડીઓ રાષ્ટ્રીયકક્ષાની અન્ડર 14 બાસ્કેટ બોલ ટુર્નામેન્ટનું ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે યોજાનાર ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગુજરાતની બે ટીમ રવાના : કલેકટરે ટીમ સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી

આંધ્રપ્રદેશ રાજ્યના વિજયવાડા ખાતે આગામી તા.26 સપ્ટેમ્બરના રોજ નેશનલ લેવલની અન્ડર-14 બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ યોજાશે. જ્યાં સમગ્ર દેશ માંથી 60 જેટલી ટીમો ભાગ લેશે. તે પૈકી ગુજરાત રાજ્યની 2 ટીમ (ગર્લ્સ/બોયઝ)ની પસંદગી કરવામાં આવી છે. આ ટીમો માટે કોચિંગ કેમ્પનું આયોજન જામનગર ખાતે 10 દિવસ માટે કરવામાં આવ્યું હતું. જેમાંથી જામનગરના ત્રણ ખેલાડીઓ પસંદગી પામ્યા છે. આ ટીમોના કુલ 24 ખેલાડીઓ વિજયવાડા ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા રવાના થશે. ત્યારે જિલ્લા કલેકટરશ્રી પી.બી.પંડ્યાએ ડીસ્ટ્રીકટ સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર ખાતે રાષ્ટ્રીય કક્ષાએ રમવા જઈ રહેલ ટીમો સાથે મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisement -

કલેકટરએ ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પડતા જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાના યુવાનો રમતગમત ક્ષેત્રે ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે તે ગૌરવની વાત છે. ખેલાડીઓ નેશનલ લેવલે જિલ્લા અને રાજ્યનું નામ રોશન કરી, ટીમ વર્ક અને શિસ્ત સાથે રમવા અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. કલેક્ટરએ ખેલાડીઓને ફિટનેસ, મહેનત અને સતત પ્રેક્ટિસ પર ભાર મુકવા અનુરોધ કર્યો હતો અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ જરૂરી સહયોગ આપવાની ખાતરી આપી હતી.

- Advertisement -

આ તકે ખેલાડીઓ દ્વારા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ બદલ તેમજ જામનગર રમત પ્રશિક્ષણ કેન્દ્ર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલ સુવિધાઓ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી બી.જે રાવલીયા, જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા, કોચ, ખેલાડીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular