Wednesday, September 23, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા પંથકમાં સાત સ્થળોએ જુગાર દરોડામાં 34 જુગારીઓ ઝડપાયા

ખંભાળિયા પંથકમાં સાત સ્થળોએ જુગાર દરોડામાં 34 જુગારીઓ ઝડપાયા

જુગારીઓ પાસેથી કુલ રૂપિયા 5,82,610નો મુદ્દામાલ જપ્ત કરાયો

દ્વારકા જિલ્લાના ખંભાળિયા સહિતના વિસ્તારોમાં પોલીસની ટીમ દ્વારા જુદા-જુદા સ્થળોએ જુગાર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સુચના મુજબ ડીવાયએસપી મીત રૂદલાલના વડપણ હેઠળ ખંભાળિયા વિસ્તારમાંથી જુદા-જુદા 7 સ્થળોએ પાડવામાં આવેલા જુગાર દરોડામાં કુલ 34 શખ્સોને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

- Advertisement -

ખંભાળિયાના ઈન્ચાર્જ પી.આઈ. વી.એ. રાણાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. જે.ટી. ચાવડા, અરજણભાઈ આંબલીયા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા અને કાનાભાઈ લુણાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ખંભાળિયા તાલુકાના બેરાજા ગામની વેદમતી નદીની બાજુમાં દેવાત મારખી માડમના તબેલા પાસે મોડી રાત્રીના સમયે લાઈટના અજવાળે ચાલી રહેલા જુગારના બે ફિલ્ડ પર પોલીસની ટીમે દરોડાની કાર્યવાહી કરી હતી.

જેમાં પ્રથમ ફિલ્ડમાંથી કરશન નારણ ચાવડા, હેમત દેવરખી માડમ, ગોવીંદ મારખી માડમ, ભાવેશ રણમલ ચાવડા, પરેશ સામત બેરા અને હેમત રામદે માડમ નામના છ શખ્સોને રૂ. 28,780 ની રોકડ રકમ રૂ. 35,000 ની કિંમતના ચાર મોબાઈલ ફોન અને રૂ. 20,000 ની કિંમતનું એક મોટરસાયકલ મળી કુલ રૂ. 83,780 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

- Advertisement -

તેમજ અન્ય એક ફિલ્ડમાંથી દેવાયત મારખી માડમ, ભીમશી નાથા ચાવડા, મેરુ રામદે માડમ, શ્યામ સુરા ચાવડા, હરદાસ ભીખા ચાવડા અને પ્રેમજી મુળજી નકુમ નામના છ શખ્સોને રૂપિયા 21,320 ની રોકડ રકમ, પાંચ મોબાઈલ ફોન અને ચાર મોટરસાયકલ મળી કુલ રૂ. 1,21, 320 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આમ, આ બંને ફિલ્ડમાંથી પોલીસે કુલ રૂપિયા 2,05,100 ના મુદ્દામાલ સાથે 12 શખ્સોને દબોચી લીધા હતા.

ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે કટકી વાડી વિસ્તારમાંથી અહીંના પી.આઈ. સી.આર. રાણા તેમજ ઈન્ચાર્જ પી.આઈ. વી.એ. રાણાના માર્ગદર્શન હેઠળ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન હમીરભાઈ ચાવડા, વિરેન્દ્રસિંહ જાડેજા અને હરપાલસિંહ જાડેજાની બાતમી પરથી જુગાર દરોડાની કાર્યવાહીમાં જુદા જુદા બે ફીલ્ડમાંથી પોલીસે સિધ્ધરાજ દાઉદભા માણેક, કરશન ધના માણેક, મોહન ગોપાલદાસ નિરંજન, ભીખુભા વાલાભા માણેક, કાલિદાસ પુરણદાસ નિરંજની, ધર્મેશ રમેશ રામાવત, હાર્દિક દિનેશ અગ્રાવત, ઘનશ્યામ ગોપાલદાસ નિરંજની અને યોગેશ કાલિદાસ નિરંજની નામના કુલ 9 શખ્સોને રૂ. 42 હજારની રોકડ રકમ, મોબાઈલ ફોન, મોટરસાયકલ વિગેરે મળી કુલ રૂપિયા 2,12,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

- Advertisement -

ખંભાળિયા પોલીસ મથકના હેમતભાઈ નંદાણીયા અને અરજણભાઈ આંબલીયાની બાતમી આધારે નાના આસોટા ગામે પેટ્રોલિંગ દરમિયાન ધરમશી રામજી પરમાર, રાણા ડાડા ઓડીચ, ધારા જેસા ધારાણી અને ભરત ભગવાનદાસ દુધરેજીયા નામના ચાર શખ્સોને રૂ. 11,420 ની રોકડ રકમ સહિત કુલ રૂ. 36,420 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ જ વિસ્તારમાંથી દાખણાદા બારા ગામના સિધ્ધરાજસિંહ અજીતસિંહ જાડેજા અને હરપાલસિંહ ભરતસિંહ જાડેજા નામના બે શખ્સોને જુગાર રમતા રૂપિયા 12,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

ખંભાળિયાથી આશરે 31 કિલોમીટર દૂર ઝાકસિયા ગામેથી એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે સુરેશભાઈ માધવજીભાઈ ભટ્ટના રહેણાંક મકાનમાં નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરી, આ સ્થળેથી સુરેશ માધવજી ભટ્ટ, મનસુખ જાદવજી જોશી, કલ્યાણજી વાલજી જોશી, ચંદુ કાનજીભાઈ ભટ્ટ અને અલારખા ઉર્ફે હક્કો ઈસ્માઈલ સરવદી નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, રૂ. 34,000 ની રોકડ રકમ તેમજ ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 40,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે સલાયા મરીન પોલીસ સ્ટાફ દ્વારા રાત્રીના આશરે સવા વાગ્યાના સમયે જુગાર દરોડો પાડી, શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા ચંદુભા અલીયાજી જાડેજા, અશોકસિંહ તખુભા જાડેજા અને ચંદુભા કાનાજી જાડેજા નામના ત્રણ શખ્સોને રૂપિયા 14,230 ની રોકડ રકમ તેમજ ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 29,230 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular