જામનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં ખડકાયેલા રેંકડીઓ વાળાના અને ખાણીપીણીના દુકાનદારો દ્વારા કરાયેલા દબાણો અને સફાઇ સંદર્ભે મહાનગરપાલિકાના કમિશ્નર દિપેશ કેડીયાએ દ્વારા ગઇકાલે યોજેલી પત્રકાર પરીષદમાં આ બન્ને મુદાઓ અંગે શહેરીજનો જોગ અપીલ કરી સ્વચ્છતા જાળવવા તથા દુકાનદારોને કચરો કચરા પેટીમાં નાખવા તથા એકત્ર કરેલો કચરો દુકાનમાં અંદર રાખી બીજા દિવસે જ્યારે કચરો લેવા આવે ત્યારે કચરો આપવા અપીલ કરી હતી. આ પત્રકાર પરીષદ બાદ રાત્રીના સમયે કમિશ્નર અને મહાનગરપાલિકાના કંટ્રોલીંગ અધિકારી તથા સોલીડ વેસ્ટ તથા એસ્ટેટ શાખાને ટીમને સાથે રાખી શહેરના જુની જયશ્રી ટોકીઝ વાળી શેરીમાં નવાનગર હાઇસ્કૂલ પાસે ગંદકી અને દબાણ મામલે ખાણીપીણીના રેંકડી ધારકોને કડક સુચના આપી સ્વચ્છતા જાળવવા તાકીદ કરી હતી અને કચરો મહાનગરપાલિકાના વાહન લેવા આવે જ્યારે એકત્ર કરેલ કચરો આપી દઇ સફાઇ જાળવી રાખવા સુચના આપવામાં આવી હતી. કમિશ્નર દ્વારા કરાયેલા સરપ્રાઇઝ ચેકીંગથી રોડ પર ખડકાયેલા દબાણ ધારકો અને ખાણીપીણીના દુકાનદારોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
View this post on Instagram


