કહેવાય છે કે બિઝનેસ એક આઈડિયાથી બને છે. એટલે કે લોકોની જિંદગી સરળ બનાવવાનો મોકો દરેક જગ્યાએથી મળી જાય છે. બસ તેને જોવાની નજર હોવી જોઈએ. ગુજરાતના આ ભાઈએ પણ કંઈક આવું જ કર્યું છે. તેણે નવરાત્રિમાં ગરબા રમવા માટે પાર્ટનર ન મળવાની મુશ્કેલીને પોતાનો બિઝનેસ આઈડિયા બનાવી લીધો છે. હવે તેનો આ અનોખો આઈડિયા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
નવરાત્રિમાં ગરબા રમવા માટે પાર્ટનર ન મળવાથી કેટલાય લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ગુજરાતના કૃષ્ણ મિષીએ આ મુશ્કેલીનું અનોખું સમાધાન શોધી કાઢ્યું છે, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ યુઝર કૃષ્ણ મિષીએ એક પોસ્ટ શેર કરતા ગરબા પાર્ટનર ભાડે મળશે, એવા નામથી સર્વિસ શરુ કરી છે. તેમાં ગરબા પાર્ટનર માટે સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ ત્રણ પેકેજ આપ્યા છે.
સિલ્વર પેકેજની કિમત 1000 રૂપિયા રાખવામાં આવી છે. તેમાં બે કલાક ગરબા, એક જેવા કપડાં, ગરબાના બેસિક સ્ટેપ્સની જાણકારી અને સેલ્ફી સામેલ છે. ત્યાર બાદ ગોલ્ડ પેકેજ 1500 રૂપિયામાં આવે છે. તેમાં ચાર કલાક ગરબા રમવાની સાથે બંનેની બનાવેલી એક કહાની પણ સામેલ છે, તેમની મુલાકાત કેવી રીતે થઈ. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે વીડિયો પણ આપશે.
સૌથી મોંઘું પ્લેટિનમ પેકેજ 2000 રૂપિયાનું હતું. તેમાં આખો દિવસ ગરબા રમવાની સાથે કાર્યક્રમ બાદ માથા પર કિસ, દુપટ્ટા અને ઝુમકા ઠીક કરવામાં મદદ અને ગ્રાહકોને સુરક્ષિત તેમના ઘરે છોડવાની સુવિધા પણ મળશે. કૃષ્ણ મિષાીએ પોસ્ટ સાથે લોકોને કોમેન્ટમાં અરજી કરવા માટે કહ્યું છે. પોસ્ટ સામે આવતા જ ઇન્સ્ટાગ્રામ યુઝર્સે આ અનોખા આઈડિયા પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે. અમુક લોકોએ તેને નવી કમાણીનું સાધન ગણાવ્યું તો અમુકે ખુદ અને પોતાના દોસ્તો માટે આવેદન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. અમુક યુઝર્સે આ સર્વિસ વિશે વધારે જાણકારી પણ માગી રહ્યા છે.
નવરાત્રિ દરમિયાન ગરબા નાઈટ, એક જેવા કપડાં અને સોશિયલ મીડિયા રીલ્સનો ક્રેઝ વધતો જાય છે. આવા સમયે ગરબા પાર્ટનર ભાડે લો આ પોસ્ટ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. જો કે પોસ્ટમાં જણાવેલી સર્વિસ હકીકતમાં છે કે પછી આ ખાલી એક મજેદાર સોશિયલ મીડિયા પોસ્ટ છે, તેની પુષ્ટિ નથી થઈ.


