Wednesday, September 16, 2026
Homeવિડિઓશેખપાટ ગામે ખનિજ ચોરી સામે તંત્રની તવાઈ - VIDEO

શેખપાટ ગામે ખનિજ ચોરી સામે તંત્રની તવાઈ – VIDEO

બિનઅધિકૃત ખનન-વહન ઝડપાયું, રૂ.40 લાખનો મુદ્દામાલ જપ્ત

જામનગર જિલ્લાના શેખપાટ ગામના સીમ વિસ્તારમાં બિનઅધિકૃત રીતે મુરમ ખનિજનું ખનન અને વહન થતું હોવાની ફરિયાદના આધારે તા.16 સપ્ટેમ્બર 2026ના રોજ ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી ખાણ-ખનિજ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી બિનઅધિકૃત રીતે મુરમ ખનિજનું ખનન અને વહન કરવા માટે ઉપયોગમાં લેવાતા એક ટ્રક અને એક જે.સી.બી. મશીન મળી આવતા બંને વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન બંને વાહનો સહિત આશરે રૂ.40 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, શેખપાટ ગામના સીમ વિસ્તારમાં મુરમ ખનિજના બિનઅધિકૃત ખનન અને વહન અંગે ફરિયાદ મળી હતી. ફરિયાદને ગંભીરતાથી લઈ જામનગરના ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી ખાણ-ખનિજ વિભાગની તપાસ ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન સ્થળ પર મુરમ ખનિજના ખનન માટે જે.સી.બી. મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ખનન કરાયેલા મુરમના વહન માટે ટ્રકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું પણ તપાસમાં જણાયું હતું. આથી ખાણ-ખનિજ વિભાગની ટીમે સ્થળ પરથી એક જે.સી.બી. મશીન અને એક ટ્રક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બિનઅધિકૃત ખનન અને વહનના મામલે જપ્ત કરવામાં આવેલા વાહનો સહિત આશરે રૂ.40 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલ અંગે પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનો કબ્જો પોલીસ સ્ટેશન ધુવાવ ખાતે સોંપવામાં આવ્યો હતો.

- Advertisement -

ખાણ-ખનિજ વિભાગ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનિજનું ખનન, સંગ્રહ અને વહન કરતા તત્વો સામે સતત તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. શેખપાટ ગામના સીમ વિસ્તારમાં કરવામાં આવેલી આ કાર્યવાહી પણ ગેરકાયદે ખનન સામેની કાર્યવાહીનો એક ભાગ છે. સમગ્ર મામલે વિભાગ દ્વારા જરૂરી તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન નિખીલભાઈ, આનંદભાઈ, નૈતિકભાઈ અને રજનીકાંતભાઈ સહિતની તપાસ ટીમ જોડાઈ હતી. ખાણ-ખનિજ વિભાગની આ કાર્યવાહીને પગલે બિનઅધિકૃત રીતે મુરમ સહિતના ખનિજનું ખનન અને વહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular