જામનગરના સુભાષ બ્રિજ નજીક આવેલી બજરંગ પાનની દુકાનમાં બે દિવસ અગાઉ થયેલી મારામારી અને હંગામાની ઘટનામાં પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો.
સીસીટીવી વીડિયોમાં કેટલાક શખ્સો માથા પર કપડું બાંધી પાનની દુકાન પાસે પહોંચ્યા હતા અને ત્યારબાદ હંગામો તથા મારામારી કરી હોવાનું સામે આવ્યું હતું. ઘટનાના પગલે વિસ્તારમાં પણ ચકચાર મચી હતી. વીડિયો વાયરલ થયા બાદ સીટી-બી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતની વિગતોના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓને ઝડપી લીધા બાદ પોલીસે તેમને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પાનની દુકાન પાસે કઈ રીતે હંગામો અને મારામારી કરવામાં આવી હતી તે અંગે પોલીસે સ્થળ પર તપાસ કરી જરૂરી વિગતો મેળવી હતી. જાહેર સ્થળે આ પ્રકારની ધમાલ અને મારામારી કરનારાઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવીના આધારે આરોપીઓ સુધી પહોંચીને પોલીસે કરેલી કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
View this post on Instagram


