Monday, September 14, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવકની હત્યા કેસમાં ચાર આરોપી ઝડપાયા - VIDEO

જામનગરમાં યુવકની હત્યા કેસમાં ચાર આરોપી ઝડપાયા – VIDEO

જામનગરના પંચબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની હત્યાના કેસમાં પોલીસે ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. 12 સપ્ટેમ્બરના રોજ સાગર ખરા નામના યુવક પર હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

- Advertisement -

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપીની પુત્રી સાથે મૃતક સાગરભાઈને પ્રેમસંબંધ હોવાની શંકાને લઈને આરોપીઓએ યુવક પર હુમલો કર્યો હતો. આ મામલે પંચ બી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધા છે.

- Advertisement -

પકડાયેલા આરોપીઓમાં દિનેશ જેઠા ગોહિલ અને જગદીશ જેઠા ગોહિલ સહિત ચાર આરોપીઓનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને અગાઉ પણ નાના-મોટા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ કોર્ટના આદેશ મુજબ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular