Thursday, September 10, 2026
Homeરાજ્યજામનગરજામનગરના પાનની પીચકારી મામલે યુવાનને માર માર્યો

જામનગરના પાનની પીચકારી મામલે યુવાનને માર માર્યો

પોલીસ દ્વારા ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ

જામનગર શહેરના ડીવાઈન હોસ્પિટલ પાછળ રિધ્ધી સિધ્ધી એપાર્ટમેન્ટ નજીક પાનની પીચકારી મારવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે યુવાનને માર માર્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના ડીવાઈન હોસ્પિટલ પાછળ રિધ્ધી સિધ્ધી એપાર્ટમેન્ટમાં રહેતાં ઈસ્માઇલ કાસમ સિપાઈ નામનો યુવાન તા.8 ના રાત્રિના સમયે પોતાના ઘરે હાજર હતો ત્યારે ઈરફાન આરબ તથા સાહીલ ઉર્ફે બોદુ નામના શખ્સોએ ફરિયાદીના ઘરે જઈ અમારા ઘરે કેમ પાનની પીચકારી મારે છે જેથી ફરિયાદીએ ના પાડતા ફરિયાદીને અપશબ્દો કહ્યા હતાં અને ફરિયાદીને છરી મારવા જતા તેના પત્ની વચ્ચે પડતા ફરિયાદીએ છરી ઝુટવી લેતા ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન આરોપીને છરી લાગતા અન્ય આરોપીઓને ફરિયાદીને કુહાડીના ધોકા વડે માર મારી નાશી ગયા હતાં.

આ અંગે ઈસ્માઇલ કાસમભાઈ સિચાઈ દ્વારા સિટી બી ડીવીઝનમાં ઈરફાન આરબ, સાહિલ ઉર્ફે બોદુ તથા સાહિલનો મામો મમલો સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular