લાલપુર પ્રાંત અધિકારી દ્વારા જામનગરમાં આવેલ સીટી સર્વે કચેરીમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન પેન્ડીંગ કામગીરી સહિતના મુદે ચકાસણી કરવામાં આવી હતી.
જામનગર જિલ્લા કલેકટરની સુચના અનુસાર લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસ્વાર દ્વારા જામનગરમાં આવેલ સીટી સર્વે કચેરીનું સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન અરજદારોના પેન્ડીંગ રહેલા સીટી સર્વે કામો તેમજ ઓનલાઇન સર્વેની કામગીરી સહિતના મુદાઓ અંગે ચકાસણી કરી હતી. સરપ્રાઇઝ ચેકીંગને કારણે કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી.
View this post on Instagram


