Friday, August 28, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં મધુરમ્ સોસાયટીમાંથી બે મહિલા સહિત સાત શખ્સો જુગાર રમતાં ઝડપાયા

જામનગરમાં મધુરમ્ સોસાયટીમાંથી બે મહિલા સહિત સાત શખ્સો જુગાર રમતાં ઝડપાયા

રૂા. 61 હજારની રોકડ સહિત કુલ રૂા. 1,86,000નો મુદામાલ કબ્જે : અન્ય 6 દરોડામાં 36 શખ્સો ઝડપાયા : એક ફરાર : સાત શખ્સોને નોટીસ અપાઇ

જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં મધુરમ્ સોસાયટીમાંથી એલસીબી પોલીસે બે મહિલા સહિત સાત શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઇ કુલ રૂપિયા 1,86,000નો મુદામાલ કબ્જે કર્યો હતો. લાલપુરના ઉગમણી સીમ વિસ્તારમાંથી પોલીસે 6 શખ્સોને રૂા. 27,450ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધાં હતાં. મોરકંડા રોડ પરથી સાત શખ્સો રૂા. 10,050ની રોકડ સાથે જુગાર રમતા ઝડપાયા હતા. જામનગરના રઘુવીર પાર્ક પાછળથી 10 શખ્સો રૂા. 10,240ની રોકડ સાથે તીનપત્તીનો જુગાર રમતા ઝડપાયા હતાં. કાલાવડના ખરેડી ગામેથી પોલીસે સાત શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ નોટીસ આપી હતી. જામનગરના ગોકુલનગર, મારૂતિનગરમાંથી છ શખ્સો રૂપિયા 10,380ની રોકડ સાથે જુગાર ખેલતા ઝડપાયા હતાં.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં નવાગામ ઘેડમાં આવેલી મધુરમ્ સોસાયટીમાં, પાણીના સમ્પની બાજુમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની એલસીબીના મયુદીનભાઇ સૈયદ તથા હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને એલસીબીના પીઆઇ વી. બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એ. વી. ખેર તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમયાન રામદેવસિંહ રતુભા ગોહિલ, અફઝલ લતીફ ખફી, ધર્મેન્દ્રસિંહ ઓલુભા જાડેજા, હમીદ હુસેન ગુમરા, મયુર દેવશી આલ તથા બે મહિલાઓ સહિત સાત શખ્સોને રૂપિયા 61 હજારની રોકડ, રૂા. 25 હજારની કિંમતના ત્રણ મોબાઇલ ફોન, રૂા. 1 લાખની કિંમતના બે મોટરસાયકલ સહિત કુલ રૂા. 1,86,000ના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

બીજો દરોડો લાલપુર તાલુકાના ઉગમણી સીમ વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે રેઇડ દરમ્યાન કિરણ કુરજી ભાલોડિયા, અરજણ પરાગ ગોજિયા, જયેશ રમણિક વીરપરિયા, સંજય ગાંગા અઘેરા, રાજેશ કરશન ભાલોડિયા, ભરત મગન રાબડિયા સહિત 6 શખ્સોને કુલ રૂા. 27,450ની રોકડ સહિતના મુદામાલ સાથે તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. રેઇડ દરમ્યાન હિરેન ઉર્ફે ધરણી વિનોદ રાબડિયા નામનો શખ્સ નાશી જતાં તેની શોધખોળ હાથ ધરાઇ હતી.

- Advertisement -

ત્રીજો દરોડો જામનગના મોરકંડા રોડ, સેટેલાઇટ પાર્ક સામે આવેલ જંગલી પીર રોડ પાસેથી સિટી ‘એ’ પોલીસે રેઇડ દરમ્યાન રાહુલ કિશોર માંડવિયા, શંકર જગદિશ દેગામા, અનિલ રાજેશ વાઘોણા, જયેશ મનુ પાટડિયા, વિજય રમેશ વિરમગામા, મેહુલ અમરશી ધારેવાડિયા, હરપાલસિંહ નવલસિંહ ઝાલા નામના સાત શખ્સોને રૂા. 10,050ની રોકડ સાથે તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

ચોથો દરોડો જામનગર શહેરના રણજિતસાગર રોડ પર રઘુવીર પાર્કની પાછળ પટેલ આવાસની બાજુમાંથી સિટી ‘એ’ પોલીસે રેઇડ દરમ્યાન હરિશ રમણિક ચુડાસમા, બાલા ઉર્ફે અક્ષય નાથા ગોસ્વામી, તુલસી રમેશ રાણ, લાલા કનુ સોલંકી, નરેશ કરશન કદવાતર, નારૂભા રામસંગ જાડેજા, પ્રકાશ નવલ ઝાલા, વિજય ભૂપત ગજરા, ભાવિન રમેશ મુંજાલ, મિલન ઉર્ફે ભૂરો હરિશ ચાંદ્રા નામના દસ શખ્સોને રૂા. 10,240ની રોકડ સાથે જુગાર રમતા ઝડપાયા હતા.

- Advertisement -

પાંચમો દરોડો કાલાવડના ખરેડી ગામે પીપર રોડ, તળાવિયુ તરીકે ઓળખાતી સીમમાંથી પોલીસે રેઇડ દરમિયાન કેશુ ખીમજી ઘાડિયા, ભરત રમેશ ગિણોયા, અશોક ધીરજ ગિણોયા, રાજેશ કાળુ ઠુમ્મર, સંગ્રામ કાળા બાંભવા, ખેતા ભીખા ભંડિયા, જીતેશ પ્રેમજી શિંગાળા નામના સાત શખ્સોને રૂા. 19 હજારની રકમ સાથે જુગાર રમતા ઝડપી લઇ નોટીસ આપી હતી.

છઠ્ઠો દરોડો ગોકુલનગર, મારૂતિનગર, શેરી નંબર પમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી ‘સી’ પોલીસે રેઇડ દરમયાન ધવલ મુકેશ મસાલિયા, કરણ મુકેશ ધંધુકિયા, જયેશ અશોક બાલોધરા, પોપટ નારણ ઘોયલ, મુકેશ મંગા બાવરિયા, ધનજી ભીખુ ઉપસરિયા નામના 6 શખ્સોને જુગાર રમતા ઝડપ લઇ રૂા. 10,380ની રોકડ રકમ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

સાતમો દરોડો જામનગરના નાનકપુરી, રાવલવાસ, રાજા બેકરીવાળી શેરીમાંથી સિટી ‘એ’ પોલીસે રેઇડ દરમ્યાન રાજેશ નરશી ગોહિલ, રવિ મૂળજી ડાભી, માનસિંગ દેવજી પરમાર, મુન્ના જીવા ડાભી, સંજય હરિ પરમાર, વિજય દેવશી ગોહિલ, હેમુ જેન્તી પરમાર નામના સાત શખ્સોને રૂા. 10,340ની રોકડ સાથે તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular