Wednesday, August 12, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાંથી જુગાર રમતાં નવ મહિલા સહિત 12 શખ્સો ઝડપાયા

જામનગરમાંથી જુગાર રમતાં નવ મહિલા સહિત 12 શખ્સો ઝડપાયા

જામનગર શહેરના મંગલધામ સોસાયટીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતી નવ મહિલાઓને સિટી ‘એ’ ડિવિઝન પોલીસે રૂા. 15,690ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી આરંભી હતી. જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં જુગાર રમતાં ત્રણ શખ્સોને સિટી ‘સી’ પોલીસે રૂા. 7500ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના મંગલધામ સોસાયટી, શેરી નંબર ચારના ખૂણે મોબાઇલ ટાવર પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન નવ મહિલાને રૂા. 15,690ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી. બીજો દરોડો જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન હિતેષ ગોવિંદ મકવાણા, પૃથ્વીરાજસિંહ પ્રવીણસિંહ મકવાણા, કિશન તુલસી પરમાર નામના ત્રણ શખ્સોને રૂા. 7500ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular