Saturday, August 8, 2026
Homeરાજ્યજામનગર112 જનરક્ષકના ચાલકને ફડાકો ઝીકનાર આરોપીઓનું પોલીસ દ્વારા રીકન્સ્ટ્રકશન

112 જનરક્ષકના ચાલકને ફડાકો ઝીકનાર આરોપીઓનું પોલીસ દ્વારા રીકન્સ્ટ્રકશન

જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર બુરહાની પાર્ક વિસ્તારમાં બાઈક અથડાવી યુવાનને માર મારી પૈસા નહીં આપતા પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવની જાણ થતા 112 જન રક્ષક વાહન સ્થળ પર પહોંચી ગયું હતું. જ્યાં પોલીસકર્મીનો મોબાઇલમાં વીડિયો ઉતારી બે શખ્સોએ ગાળાગાળી કરી ફડાકો ઝીંકી ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાનો ગુનો નોંધાયો હતો. પોલીસે આ કેસમાં હુમલો કરનાર બે શખ્સોને ઝડપી લઇ ઘટના સ્થળે લઇ જઇ રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.

- Advertisement -

જામનગર શહેરના કાલાવડનાકા બહાર બુરહાની પાર્ક પ્લોટ નંબર 48 માં રહેતાં બુરહાન મેટ્રનવાલા (ઉ.વ.31) નામનો યુવાનના બાઇક પાછળથી સોબાન ફારુક મકવા અને મુસ્તફા મહોમદ વજુગરા નામના બે શખ્સોએ બાઈક ભટકાડી બુરહાનને જેમ ફાવે તેમ ગાળો કાઢી ફડાકા ઝીંકયા હતાં તેમજ આડેધડ ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી અને ખર્ચના પૈસાની માંગણી કરતા બુરહાને પૈસા આપવાની ના પાડતા બન્ને શખ્સોએ બુરહાનને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ બુરહાન દ્વારા બનાવની જાણ પોલીસમાં કરવામાં આવી હતી.

બનાવની જાણના આધારે જામનગર શહેરના પોલીસ હેડકવાર્ટરમાં રહેતાં નિલેશભાઈ ગોવિંદભાઈ અઘેરા (ઉ.વ.39) નામનો યુવાન 112 જન રક્ષકમાં ડ્રાઈવર કાલાવડ નાકા બહાર બુરહાની પાર્ક પ્લોટ નંબર 48 પાસે બનાવસ્થળે પહોંચ્યો હતોે જ્યાં મુસ્તફા મહોમદ વજુગરા અને હાજી મહોમદ વજુગરા નામના બે શખ્સોએ નિલેશ તેની ફરજ પર હતો ત્યારે બન્ને શખ્સોએ મોબાઇલ કાઢી તારું નામ શું છે ? બકલ નંબર કેટલા છે તેમ કહી મોબાઇલમાં વીડિયો ઉતારવા લાગ્યા હતાં અને ત્યારબાદ બંને શખ્સોએ પોલીસકર્મીને જેમફાવે તેમ ગાળો કાઢી ફડાકો ઝીંકી જોઇ લેવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી ત્યારબાદ પોલીસકર્મીએ આ બંને શખ્સો વિરૂધ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

આ કેસમાં પોલીસે સોબાન ફારુક મકવા અને મુસ્તુફા મહોમદ વજુગરા નામના બન્ને શખ્સોને ઝડપી લીધા હતાં. અને પોલીસ દ્વારા બન્ને શખ્સોને ઘટના સ્થળે લઇ જઇ રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular