Tuesday, July 21, 2026
Homeરાજ્યજામનગરસગીરા સાથે દુષ્કર્મના કેસમાં કૌટુંબિક કાકાને 20 વર્ષની સજા

સગીરા સાથે દુષ્કર્મના કેસમાં કૌટુંબિક કાકાને 20 વર્ષની સજા

સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું : ભોગ બનનારને કમ્પનસેશનના ચાર લાખ ચૂકવવા આદેશ

સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાના કેસમાં પોક્સો કોર્ટ દ્વારા આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. તેમજ ભોગ બનનારને કમ્પ્નસેશનના રૂા. 4 લાખ ચૂકવવા પણ હુકમ કર્યો છે.

- Advertisement -

આ કેસની વિગત મુજબ ફરિયાદીની સગીર વયની પુત્રીને જગદિશ કાળુ સિતાપરા નામનો શખ્સ જે ભોગ બનનારનો કૌટુંબિક કાકા થતાં હોવા છતાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને સગીરાને મોબાઇલ ફોન આપી ફોનમાં વાતચીત કરતો હતો. આ દરમ્યાન રહેણાંકના બાજુના વંડામાં સગીરા સાથે શરીરસંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ભોગ બનનારને રણુજાથી એસટી બસમાં રાજકોટ અને ત્યાંથી ગાંધીનગર લઇ ગયો હતો. જ્યાં પણ સાત મહિના દરમ્યાન અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

જે કેસ પોક્સો કોર્ટમાં ચાલી જતાં સાહેદો, દસ્તાવેજી પુરાવાઓ અને સરકારી વકીલની દલીલોને ઘ્યાને લઇ આરોપીને તકસીરવાન ઠેરવી પોક્સો કોર્ટના જજ આર. પી. મોગેરાએ પોક્સો કલમ 4 મુજબ 10 વર્ષની સખત કેદની સજા તથા કલમ 6 મુજબ 20 વર્ષની સખત કેદની સજા તથા રૂા. 15 હજારનો દંડ ફટકાર્યો હતો. જો દંડની રકમ ન ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા અને ભોગ બનનારને કમ્પનસેશનના રૂા. ચાર લાખ ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular