Tuesday, July 21, 2026
Homeરાજ્યહાલારધ્રોલમાં શ્રમિક યુવાનને વ્યાજખોર સહિતના બે શખ્સોનો ત્રાસ

ધ્રોલમાં શ્રમિક યુવાનને વ્યાજખોર સહિતના બે શખ્સોનો ત્રાસ

ધ્રોલ ગામમાં રહેતાં અને મજૂરીકામ કરતાં યુવાને 10%ના વ્યાજે લીધેલા રૂપિયા 25,000ની રકમ પેટે રૂા. 1,15,000 ચુકવી દીધાં છતાં ધ્રોલના વ્યાજખોરે યુવાન અને તેના પિતાને બળજબરીથી વ્યાજની રકમ પચાવવા માટે ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ધ્રોલ ગામમાં ચંદનવાસ વિસ્તારમાં રહેતાં અને મજૂરીકામ કરતાં જીવણભાઇ દેવજીભાઇ ચાવડા (ઉ.વ.39) નામના યુવાને ધ્રોલની નંદનવન સોસાયટીમાં રહેતા તૌસિફ જુસબ દલ નામના શખ્સ પાસેથી વર્ષ 2023માં ઓગસ્ટ મહિનામાં માસિક 10 ટકાના વ્યાજે રૂા. 25,000 લીધાં હતાં. આ રકમ પેટે દર મહિને રૂા. 2500 લેખે રૂા. 1,15,000 ચૂકવી દીધાં હતાં. ઉપરાંત વ્યાજ અને મુદ્લની બળજબરીપૂર્વક પઠાણી ઉઘરાણી અને હેરાન પરેશાન કરતો હતો. તેમજ મુસ્તફા નામના શખ્સે તૌસિફના કહેવાથી જીવણભાઇ પાસે વ્યાજ અને મુદ્દલની પઠાણી ઉઘરાણી કરી અને યુવાન તથા તેના પિતાને ધમકી આપતો હતો. આ બનાવ અંગેની જાણ કરાતા હે.કો. એચ. બી. સોઢિયા તથા સ્ટાફે જીવણભાઇની ફરિયાદના આધારે બે શખ્સો વિરૂદ્ધ મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular